માત્ર 10 રૂપિયા માટે પતિએ પત્નીને લાકડીથી માર મારી અધમૂઈ કરી, બાળકો પાસે બનાવડાવ્યો Video

વાયરલ થયેલી વીડિયોને કૈલાશ નાથ યાદવે શેર કર્યો છે અને લખ્યું છે કે યુપી શ્રાવસ્તી, ભિનગા કોટવાલીના મછરિહવા ગ્રામનો આ વીડિયો છે.

Updated By: May 9, 2021, 01:37 PM IST
માત્ર 10 રૂપિયા માટે પતિએ પત્નીને લાકડીથી માર મારી અધમૂઈ કરી, બાળકો પાસે બનાવડાવ્યો Video

નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર છાશવારે એવી કેટલીક તસવીરો અને વીડિયો વાયરલ થતા રહે છે જેને જોઈને દરેક જણ સ્તબ્ધ થાય છે. તેમાંથી અનેક એવી તસવીરો કે વીડિયો હોય છે જે સમાજને અરીસો દેખાડે છે, તો કેટલીક એવી પણ હોય છે કે હચમચાવી નાખે છે. એક આવો જ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણા સમયથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને તમારું પણ લોહી ઉકળી જશે. 

વાયરલ થયેલી વીડિયોને કૈલાશ નાથ યાદવે શેર કર્યો છે અને લખ્યું છે કે યુપી શ્રાવસ્તી, ભિનગા કોટવાલીના મછરિહવા ગ્રામનો આ વીડિયો છે. અવાજ સાંભળીને લાગે છે કે પત્નીએ ખિસ્સામાંથી 10 રૂપિયા કાઢ્યા હતા અને તેની સજા આ પતિએ પત્નીને લાકડીથી પીટાઈ કરીને આપી. આ સાથે જ યુપી પોલીસને આ વ્યક્તિને સજા આપવાની પણ અપીલ કરી છે. 

વીડિયોની શરૂઆતમાં લાગે છે કે વ્યક્તિએ આ વીડિયો બાળકો પાસે બનાવડાવ્યો છે. બાળકો પણ રડતાં રડતાં વીડિયો બનાવી રહ્યા છે અને પપ્પા પપ્પા કહીને માતાને છોડવાની ગુહાર લગાવી રહ્યા છે. આ સાથે જ વીડિયોમાં અનેકવાર એવું સાંભળવા મળી રહ્યું છે કે જેમાં પત્ની 10 રૂપિયા કાઢવા બદલ માફી માંગી રહી છે. 

Viral Video: ભારતને કોરોનાથી બચાવવા માટે આ દેશના લોકોએ કર્યા ઓમ નમ: શિવાયના જાપ, વીડિયો જોઈને ગદગદ થશો

સોશિયલ મીડિયા યૂઝર્સ આ વીડિયો જોઈને ખુબ ગુસ્સામાં છે. તમામ લોકો આ રાક્ષસજેવા પતિને સજા  આપવાની માંગણી કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube