લખનઉ: ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી (UP Assembly Election)પહેલા ભારતીય જનતા પાર્ટી (BJP)ને એક પછી એક આંચકાઓનો સામનો કરવો પડી રહ્યો છે અને પાર્ટી છોડવા માટે ધારાસભ્યોની કતાર લાગી છે. હવે તેમાં એક નવું નામ ઉમેરાયું છે અને યોગી સરકારના મંત્રી ધરમ સિંહ સૈનીએ પાર્ટી છોડી દીધી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકારી આવાસ અને સુરક્ષા પણ છોડી
સહારનપુરની નકુર વિધાનસભા સીટ પરથી બીજેપી ધારાસભ્ય ધરમ સિંહ સૈની (Dharam Singh Saini) એ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે અને સરકારી આવાસ અને સુરક્ષા પણ છોડી દીધી છે. જોકે, તેમણે પાર્ટીમાંથી કેમ રાજીનામું આપ્યું તે જાણી શકાયું નથી.

UP માં ભાજપને વધુ એક આંચકો, હવે આ ધારાસભ્યએ ફાડ્યો છેડો


અખિલેશે ધરમ સિંહ સૈનીનું સપામાં કર્યું સ્વાગત
યોગી કેબિનેટ અને ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ ધરમ સિંહ સૈની (Dharam Singh Saini)એ સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ (Akhilesh Yadav)સાથે મુકાલાત કરી હતી. ફોટો શેર કરતા અખિલેશે લખ્યું, 'સામાજિક ન્યાયના બીજા યોદ્ધા ડૉ. ધરમ સિંહ સૈની જીના આગમનથી અમારી 'સકારાત્મક અને પ્રગતિશીલ રાજનીતિ'ને વધુ ઉત્સાહ અને શક્તિ મળી છે. સપામાં તેમનું હાર્દિક સ્વાગત અને શુભેચ્છાઓ! બાવીસમાં સમાવેશી-સૌહાર્દની જીત નિશ્ચિત છે!'
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube