નવી દિલ્હીઃ 'આયુષમાન ભારત' યોજનાને આજે એક વર્ષ પૂર્ણ થવા પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિજ્ઞાન ભવન ખાતે એક ખાસ કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, આ યોજનાનો લાભ સમગ્ર દેશના લોકોને મળી રહ્યો છે. હવે, દેશમાં કોઈ પણ બિમાર વ્યક્તિ ઈલાજ વગર રહેતી નથી, જે અગાઉ અશક્ય હતું. છેલ્લા એક વર્ષમાં લગભગ 50,000 લોકોને આ યોજાનનો ફાયદો પોતાના ગૃહ રાજ્યથી બહાર પણ મળ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હીમાં આયોજિત આરોગ્ય મંથન કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, "આયુષમાન ભારત ન્યૂ ઈન્ડિયાના ક્રાંતિકારી પલગાઓમાંથી એક છે. તે માત્ર સામાન્ય માનવ જીવનમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. યોજના દેશના 130 કરોડ લોકોના સામુહિક સંકલ્પ અને સામર્થ્યનું પ્રતીક પણ છે."


સપ્ટેમ્બર મહિનાના GST કલેક્શનમાં થયો મોટો ઘટાડો, આર્થિક મોરચે નુકસાન


વડાપ્રધાને જણાવ્યું કે, હવે ગરીબનો બાળક કે ઘરનો એકમાત્ર કમાનારો વ્યક્તિ સ્વસ્થ થઈને બહાર નિકળે છે ત્યારે આયુષમાન હોવાનો અર્થ સમજાઈ જાય છે. આ મહાન કાર્યમાં જોડાયેલા દરેક સાથીદારને હું સાધુવાદ આપું છું, અભિનંદન પાઠવું છું. 


વડાપ્રધાને જણાવ્યું કે, દેશના દરેક નાગરિકને ઘરની નજીકમાં જ સર્વશ્રેષ્ઠ આરોગ્ય સુવિધાઓ મળી રહે તેના માટે દરેક રાજ્ય પ્રયાસ કરી રહ્યું છે. ભારતનો એક પણ નાગરિક આધુનિક આરોગ્ય સેવાઓથી વંચિત ન રહે તે ભાવના સાથે આયુષમાન ભારત કામ કરી રહી છે. 


અમે જનસંઘવાળા જેમને પકડીએ છીએ, તેમને છોડતા નથીઃ અમિત શાહ


દુનિયાની સૌથી મોટી આરોગ્ય યોજના
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ ભારતની સંકલ્પ શક્તિનો પરિચય છે કે દુનિયાની સૌથી મોટી આરોગ્ય યોજના આપણે દેશમાં સફળતાપૂર્વક ચલાવી રહ્યા છીએ. તેની સફળતા પાછળ સમર્પણની ભાવના છે. આ સમર્પણ દેશના દરેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશનું છે. આ એક વર્ષમાં કોઈ એક વ્યક્તિની જમીન, ઘર, ઘરેણા કે કોઈ અન્ય સામાન વેચાતા બચ્યું છે તો તે આયુષમાન ભારતની સૌથી મોટી સફળતા છે. 


જુઓ LIVE TV...


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....