અમે જનસંઘવાળા જેમને પકડીએ છીએ, તેમને છોડતા નથીઃ અમિત શાહ
તેમણે જણાવ્યું કે, 2014માં ભાજપને 2 સીટ મળી હતી અને હવે અહીં લોકસભામાં 18 સીટ પ્રાપ્ત થઈ છે. આખું બંગાળ ભાજપમય બન્યું છે. 40 ટકા વોટ મળ્યા છે અને અઢી કરોડ બંગાળી પ્રજાએ વોટ આપ્યા છે.
Trending Photos
કોલકાતાઃ દુર્ગા પૂજા નિમિત્તે પશ્ચિમ બંગાળના પ્રવાસે ગયેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે,પીએમ મોદીના નેતૃત્વમાં જે સરકાર બની છે, તેમાં પશ્ચિમ બંગાળનું સૌથી મોટું યોગદાન છે. જો અહીંની પ્રજા આટલો વિશ્વાસ ન મુકતી તો પાર્ટી 300થી ઉપરનો આંકડો પાર કરી શકતી નહીં. હવે, આગામી વિધાનસભા ચૂંટણીમાં રાજ્યમાં ભાજપની સરકાર બનવા જઈ રહી છે.
તેમણે જણાવ્યું કે, 2014માં ભાજપને 2 સીટ મળી હતી અને હવે અહીં લોકસભામાં 18 સીટ પ્રાપ્ત થઈ છે. આખું બંગાળ ભાજપમય બન્યું છે. 40 ટકા વોટ મળ્યા છે અને અઢી કરોડ બંગાળી પ્રજાએ વોટ આપ્યા છે. તેમ છતાં છેલ્લા 4 મહિનામાં 30 કાર્યકર્તા શહીદ થયા છે. આગામી ચૂંટણીમાં જે લોહી વહ્યું છે તેનો બદલો પૂર્ણ બહુમત ધરાવતી સરકાર બનાવીને લઈશું.
અમિત શાહે જણાવ્યું કે, ધારા 370 અને બંગાળનો જૂનો સાથ છે. શ્યામા પ્રસાદ મુખરજીએ નારો લગાવ્યો હતો કે, એક દેશમાં બે બંધારણ નહીં રહેવા દઈએ. તેમની ધરપકડ કરાઈ અને મોત થઈ ગયું. કોંગ્રેસે વિચાર્યું કે હવે વાત પુરી થઈ ગઈ છે. અમે જનસંઘવાળા છીએ, જેમને પકડીએ છીએ તેમને છોડતા નથી. 73 વર્ષ પછી અમે એક વખતમાં જ બધું પુરું કરી નાખ્યું. જ્યાં મુખર્જીએ બલિદાન આપ્યું એ કાશ્મીર અમારું છે.
જુઓ LIVE TV...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે