જમ્મુ: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને G-23 જૂથના મહત્વપૂર્ણ સભ્ય ગુલામ નબી આઝાદે પ્રેમ, સૌહાર્દને લઈને રાજકીય પક્ષો પર આકરા પ્રહારો કર્યા છે. જમ્મુમાં આયોજિત એક કાર્યક્રમને સંબોધતા જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ગુલામ નબી આઝાદે પીર પંજાલમાં રહેતા તમામ ધર્મોના લોકો, હિન્દુ, મુસ્લિમ, શીખ અને ખ્રિસ્તીઓની સાથે-સાથે રાજકીય આધાર પર વિભાજન વિશે વાત કરી હતી અને સાથે ધર્મના આધારે ભાગલા પાડવાની નીતિને લઈને રાજનૈતિક પક્ષો પર ઉગ્ર હુમલો કર્યો.


કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ જમ્મૂમાં એક કાર્યક્રમને સંબોધિત કરતા જણાવ્યું છે કે, મારું માનવું છે કે મહાત્મા ગાંધી સૌથી મોટા હિન્દુ અને ધર્મનિરેપક્ષ હતા. તમને જણાવી દઈએ કે તાજેતરમાં કાશ્મીરી પંડિતોના હિજરતને લઈને દેશમાં ઘણી ચર્ચાઓ થઈ રહી છે. એવામાં તેમણે કોઈનું પણ નામ લીધા વિના જણાવ્યું છે કે જમ્મુ-કાશ્મીરમાં જે બન્યું તેના માટે પાકિસ્તાન અને આતંકવાદ જવાબદાર છે, તેમને તમામ હિંદુઓ, કાશ્મીરી પંડિતો, કાશ્મીરી મુસ્લિમો, ડોગરાઓને અસર થઈ છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube