આઝમ ખાનની યુનિવર્સિટી પર યોગી સરકાર જમાવી શકે છે કબજો, તૈયારી શરૂ
રામપુરના સમાજવાદી પાર્ટીના સાંસદ મોહમ્મદ આઝમ ખાનની મુસીબત ઓછી થવાનું નામ નથી લેતી. હાલમાં આઝમ ખાન પોતાની પત્ની તઝીન ફાતિમા અને દીકરા અબ્દુલ્લા આઝમ સાથે સીતાપુર જિલા જેલમાં છે.
રામપુર : રામપુરના સમાજવાદી પાર્ટીના સાંસદ મોહમ્મદ આઝમ ખાનની મુસીબત ઓછી થવાનું નામ નથી લેતી. હાલમાં આઝમ ખાન પોતાની પત્ની તઝીન ફાતિમા અને દીકરા અબ્દુલ્લા આઝમ સાથે સીતાપુર જિલા જેલમાં છે. રામપુર એડીજે-6 કોર્ટે બે બર્થ સર્ટિફિકેટ અને બે પાસપોર્ટના કેસમાં આઝમ ખાન અને પરિવારની જામીન અરજી રદ કરીને તેમને જેલભેગો કરી દીધો છે. આ પરિસ્થિતિમાં હવે રામપુર સ્થિત આઝમ ખાનની જૌહર યુનિવર્સિટી પર સંકટમાં મુકાઈ ગઈ છે. ઉત્તર પ્રદેશ સરકારે હવે જૌહર યુનિવર્સિટીને પોતાના કબજામાં લેવાની તૈયારી શરૂ કરી દીધી છે. સુત્રોનો દાવો છે કે જૌહર યુનિવર્સિટીમાં સરકારના પૈસા લાગેલા છે અને હવે વિદ્યાર્થીઓના હિતના ધ્યાનમાં રાખીને સરકાર જૌહર યુનિવર્સિટીને ટેકઓવર કરી શકે છે.
આખા દુનિયામાં હાહાકાર મચાવનાર Coronavirusને કારણે દિલ્હીવાસીઓ લેશે શાંતિનો શ્વાસ? આવ્યા મોટા સમાચાર
આ પરિસ્થિતિમાં યુપી સરકાર તરફથી યુનિવર્સિટીને ટેકઓવર કરવાની તૈયારી શરૂ કરી દેવેામાં આવી છે. આઝમ ખાનની આ યુનિવર્સિટી સતત વિવાદોમાં રહી છે. આઝમ પર આરોપ છે કે તેણે સરકારી જમીન પર કબજો કરીને જૌહર યુનિવર્સિટીનું નિર્માણ કરાવ્યું છે. આ સિવાય આઝમ પર જૌહર યુનિવર્સિટીના નિર્માણમાં સરકારી પૈસાનો દુરુપયોગ કરવાનો પણ આરોપ છે. હાલમાં જૌહર યુનિવર્સિટીના મેનેજમેન્ટ વિરૂદ્ધ રામપુર એડીજે કોર્ટમાં અનેક કેસ ચાલી રહ્યા છે.
PM મોદીએ જાહેરમાં આપી કોરોનાથી બચવાની ટિપ, જો માનશો તો થશે આબાદ બચાવ
હાલમાં જ રામપુર જિલા પ્રશાસને સરકારી જમીન પર બનેલી જૌહર યુનિવર્સિટીની એક દીવાલ પર બુલડોઝર ચલાવી દીધું હતું. આ યુનિવર્સિટી નેતા આઝમ ખાનનો ડ્રીમ પ્રોજેક્ટ છે. અખિલેશ સરકાર દરમિયાન આઝમ ખાને આ યુનિવર્સિટીના નિર્માણમાં સક્રિય હિસ્સો લીધો હતો. જૌહર યુનિવર્સિટીનું સંચાલન એક ટ્રસ્ટ કરે છે જેના અધ્યક્ષ આઝમ ખાન પોતે છે. આઝમ ખાનનો દીકરો અબ્દુલ્લા આઝમ ટ્રસ્ટનો સીઇઓ છે. જૌહર યુનિવર્સિટીના સંસ્થાપક અને કુલાધિપતિ આઝમ ખાન પોતે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube