આખા દુનિયામાં હાહાકાર મચાવનાર Coronavirusને કારણે દિલ્હીવાસીઓ લેશે શાંતિનો શ્વાસ? આવ્યા મોટા સમાચાર
CAAના વિરોધમાં ગયા વર્ષની 15 ડિસેમ્બરથી શાહીન બાગ ખાતે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. આ પ્રદર્શનને 83 દિવસ થઈ ગયા છે. શાહીન બાગના આ પ્રદર્શનમાંથી પ્રેરણા લઈને આખા દેશમાં સીએએ અને એનઆરસી વિરોધી દેખાવ થયા હતા.
Trending Photos
નવી દિલ્હી : નવી દિલ્હીના શાહીન બાગ (shaheen bagh)માં બે મહિનાથી પ્રદર્શન કરી રહેલા પ્રદર્શનકારીઓને પણ હવે કોરોના વાયરસ (Coronavirus)નો ડર સતાવી રહ્યો છે. આ ધરણાના પ્રાયોજક હવે એનો બહુ જલ્દી વીંટો વાળી દેવા માટે ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે.
CAAના વિરોધમાં ગયા વર્ષની 15 ડિસેમ્બરથી શાહીન બાગ ખાતે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. આ પ્રદર્શનને 83 દિવસ થઈ ગયા છે. શાહીન બાગના આ પ્રદર્શનમાંથી પ્રેરણા લઈને આખા દેશમાં સીએએ અને એનઆરસી વિરોધી દેખાવ થયા હતા. આ સમયગાળા દરમિયાન સરકાર અને પ્રશાસને પોતાની રીતે પ્રદર્શનકારીઓના ધરણા બંધ કરાવવાનો પ્રયાસ કર્યો પણ આમ છતાં શાહીન બાગના ધરણાનો અંત નહોતો આવ્યો. આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો અને આમ છતાં શાહીન બાગમાં ધરણા પ્રદર્શન ચાલુ છે. જોકે હાલમાં દેશમાં જે રીતે કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે એ જોઈને શાહીન બાગના પ્રદર્શનકારીઓના દિલમાં પણ ડર બેસી ગયો છે અને તેઓ હવે કોરોના વાયરસના બહાના હેઠળ પ્રદર્શન બંધ કરવાની યોજના બનાવી રહ્યા છે.
હાલમાં કોરોના વાયરસના વધેલા પ્રકોપને લઈને વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે આ મામલે તબીબોની સલાહને અનુસરવી જોઈએ. લોકો સાથે હસ્તધૂનન ટાળવું જોઈએ અને ફરી એક વખત નમસ્ત કહીને લોકોનું અભિવાદન કરવાની શરૂઆત કરવી જોઈએ. જો આપણે નમસ્તેની સંસ્કૃતિને ભૂલી ગયા છીએ તો આ જ યોગ્ય સમય છે તેને ફરી અપનાવવાનો તેમ તેમણે જણાવ્યું હતું. પીએમ મોદીએ દેશવાસીઓને અપીલ કરી હતી કે કોરોના વાયરસને લઈને વિવિધ અફવાઓ પર ધ્યાન ના આપે અને તેનાથી દૂર રહે. કોરોના વાયરસ સામે સાવચેતી રાખવાની સલાહ પીએમ મોદીએ આપી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે