નવી દિલ્હી: હવે વર્ષ 2021 કેટલીક સારી અને કેટલીક ખરાબ યાદો સાથે વિદાય લેવા જઈ રહ્યું છે. આ સાથે જ નવા વર્ષ 2022 ને લઈને પ્રખ્યાત ભવિષ્યવક્તાની ભવિષ્યવાણીઓ (Prediction 2022) પણ સામે આવવા લાગી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બલ્ગેરિયામાં રહેતા અંધ વાંગેલિયા પાંડેવા ગુશ્તેરોવા (Vangeliya Pandeva Gushterova) ઉર્ફે બાબા વેંગા ફકીર બાબા વેંગા આવા જ એક પ્રખ્યાત ભવિષ્યવક્તા છે. એવું કહેવાય છે કે આંખો ન હોવા છતાં તે આવનારા ભવિષ્યને સ્પષ્ટપણે અનુભવી શકતા હતા. એવું માનવામાં આવે છે કે તેમની ઘણી આગાહીઓ સાચી પડી છે. ચાલો જાણીએ કે તેમણે વર્ષ 2022 (Baba Vanga Ki Bhavishyavani 2022) માટે શું આગાહી કરી છે.


મ્યાનમારના રસ્તે માહોલ બગાડી રહ્યું છે ચીન, ગુપ્તચર એજન્સીઓએ આ રીતે ડિકોડ કર્યું ષડયંત્ર


દુનિયામાં સર્જાશે પાણીની અછત
વેંગા બાબાના જણાવ્યા અનુસાર વર્ષ 2022 માં વિશ્વમાં જળ સંકટ વધુ ઘેરું થવા જઈ રહ્યું છે. ઘણા શહેરોમાં પીવાના પાણીની અછત સર્જાશે. નદીઓનું પાણી પ્રદૂષિત થશે અને તળાવો અને ઝરણાં સંકોચાઈ જશે. પાણીના અભાવે લોકોને અન્ય સ્થળોએ સ્થળાંતર કરવાની ફરજ પડશે.


લોકોને લાગી જશે ગેજેટ્સની લત
આગાહી મુજબ આ વર્ષે લોકો મોબાઈલ, લેપટોપ અને કોમ્પ્યુટર પર વધુ સમય વિતાવશે. તેમની આ આદત ધીમે-ધીમે વ્યસનનું રૂપ લઈ લેશે, જેના કારણે લોકોની માનસિક સ્થિતિ બગડશે અને તેઓ માનસિક રીતે બીમાર થઈ જશે.


રણવીર સિંહના બદલાયા તેવર, દીપિકાની જગ્યાએ આ દિગ્ગજને કરી Lip Kiss


સાઇબિરીયામાં જોવા મળશે ખતરનાક વાયરસ
વિશ્વમાં વધી રહેલું ગ્લોબલ વોર્મિંગ આ વર્ષ આપત્તિજનક સાબિત થશે. વોર્મિંગના કારણે રશિયાના સાઇબેરિયા વિસ્તારમાં બરફ પીગળવા લાગશે, જેના કારણે વૈજ્ઞાનિકોની ટીમ એક જીવલેણ વાયરસની શોધ કરશે. આ વાયરસ ખૂબ જ ચેપી હશે અને ઝડપથી ફેલાશે. આ સંક્રમણનો સામનો કરવામાં દુનિયાની તમામ વ્યવસ્થા નિષ્ફળ જશે.


ભારતમાં 50 ડિગ્રી રહેશે તાપમાન
ગ્લોબલ વોર્મિંગની અસર ભારતને પણ થશે. જેના કારણે દેશના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન 50 ડિગ્રીની આસપાસ પહોંચી જશે. તાપમાનમાં વધારાને કારણે તીડનું ઉત્પાદન વધશે અને તેઓ ખેતરોમાં લાખો લીલા વિસ્તારો પર હુમલો કરીને નાશ કરશે. જેના કારણે દેશમાં દુકાળની સ્થિતિ સર્જાશે.


સંબંધ બનાવ્યા બાદ બોયફ્રેન્ડે કરી બ્લોક, ગર્લફ્રેન્ડે આ પગલું ઉઠાવ્યું તો થઈ અરેસ્ટ


વધશે સુનામી અને ભૂકંપનું જોખમ
વેંગા બાબા (Baba Vanga Ki Bhavishyavani 2022) અનુસાર વર્ષ 2022 માં વિશ્વમાં ભૂકંપ અને સુનામીનું જોખમ વધશે. હિંદ મહાસાગરમાં ભૂકંપ બાદ મોટી સુનામી આવશે, જે ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ઈન્ડોનેશિયા, ભારત સહિતના વિશ્વના દેશોના દરિયાકાંઠાના વિસ્તારોને લપેટમાં લેશે. આ સુનામીમાં સેંકડો લોકોએ જીવ ગુમાવવો પડશે.


જણાવી દઈએ કે વેંગા બાબાનું નિધન વર્ષ 1996 માં થયું હતું. તેમની આગાહીઓ (Baba Vanga 2022 Prediction) ક્યાંય લખેલી નથી. જો કે એવું કહેવાય છે કે તેમણે આ આગાહીઓ તેમના અનુયાયીઓને મૌખિક રીતે પહોંચાડી હતી. તેમની ઘણી આગાહીઓ સાચી સાબિત થઈ છે અને ઘણી ખોટી પણ સાબિત થઈ છે. હવે વર્ષ 2022 વિશે તેમનું આકલન કેટલું સચોટ છે તે તો સમય જ કહેશે.


(Disclaimer: ZEE NEWS આ દાવાની પુષ્ટી કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube