નવી દિલ્હી : અયોધ્યા મામલે (Ayodhya case) બાબરી મસ્જિદ એક્શન કમિટીના (Babri Masjid Action committee) સંયોજક કાસિમ રસૂલ ઇલિયાસે મોટું નિવેદન આપતાં કહ્યું કે, હવે કોઇ મુદ્દે કોઇ પણ પ્રકારની વાતચીત મંજૂર નથી. ઇલિયાસે કહ્યું કે, સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) અત્યાર સુધી 50 ટકા સુધી સુનાવણી થઇ શકી છે. કોર્ટનો આદેશ બધાને માન્ય રહેશે. બાબરી મસ્જિદ કમિટી ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની (All India Muslim Personal Law board) કમિટી છે. અયોધ્યા મામલામાં સુપ્રીમ કોર્ટમાં પક્ષકાર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટમાં સોમવારે 24મા દિવસની સુનાવણી થઇ હતી. મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને કહ્યું કે, પૂજાના અધિકાર મામલે દલીલો કરવામાં આવી હતી. જેનાથી લાગે છે કે ઇસાઇઓને માત્ર વેટિકન અને મુસલમાનોને મક્કામાં અધિકાર છે. સમગ્ર જન્મસ્થાનને પૂજાની જગ્યા બતાવી અમારો દાવો કમજોર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 


રાજીવ ધવને કહ્યું કે, તમે મંદિર કે મસ્જિદની ભૂમિ અધિગ્રહણ કરી શકો છો પરંતુ તમે એક દેવ ભૂમિ મેળવી શકતા નથી. ધવને આરોપ લગાવતાં કહ્યું કે, રામ જન્મ ભૂમિ ન્યાસ સમગ્ર જમીન પર કબ્જો કરવા ઇચ્છે છે અને એક નવું મંદિર બનાવવાની વાત કરે છે. 


લેટેસ્ટ ન્યૂઝ જાણો, જુઓ LIVE TV