અમદાવાદ : યુપીનાં બદાયૂ જિલ્લામાં વાલ્મીકી સમાજનાં એક વ્યક્તિ પર ગામનાં જ પાંચ લોકોએ કથિત રીતે માર પીટ કર્યાનો આરોપ લગાવ્યો છે. જાતિ સૂચક ગાળો આપીને મુછ મુંડાવીને જુતામાં પેશાબ પીવડાવવાનો આરોપ લગાવ્યો છે. પીડિતનો આરોપ છે કે તેણે ઘઉની લણણી કરવા માટેની મનાઇ કરી તો તેની સાથે આવું ક્રુર વર્તન કરવામાં આવ્યું. પોલીસે હાલ ફરિયાદ દાખલ કરીને તપાસ ચાલુ કરી દીધી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી અનુસાર જિલ્લા હજરતપુર વિસ્તારનાં આઝમપુર ગામનાં સીતારામ વાલ્મીકિએ ગામનાં વિજય સિંહ, પિંકૂ, વિક્રમ સિંહ અને સોમપાલ પર મારપીટ કરીને મુછ ઉખાડવાનો અને જુતામાં પેશાબ પીવડાવવાનો આરોપ લગાવ્યો છે. પીડિતનું કહેવું છે કે તે પોતાનાં ઘઉંનો પાક લણી રહ્યો હતો. જો કે આરોપીઓ ઇચ્છતા હતા કે તેનાં ખેતરનું કામ પહેલા પુરૂ થાય માટે માર મારવામાં આવ્યો. પીડિતે મનાઇ કરી તો તેની સાથે અમાનવીય વ્યવહાર કરવામાં આવ્યો. 

રાજસ્થાનમાં પણ વરરાજા સાથે મારપીટ
રાજસ્થાનનાં ભીલવાડામાં એક દલિત વરરાજાને ઘોડી પરથી ઉતારીને માર મારવાનો સનસની ખેજ કેસ સામે આવ્યો છે. પોલીસને અગાઉથી જાણ કરવામાં આવી હોવા છતા પોલીસની સામે તેને ઘોડા પરથી ઉતારીને માર મારવામાં આવ્યો હતો. વરરાજા ગંભીર રીતે ઘાયલ છે. તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. 

ભીલવાડાનાં ગોવર્ધનપુર ગામમાં પીડિત પરિવારને આ પ્રકારની ઘટનાની અગાઉથી જ આશંકા હતી. જેથી તેમણે પોલીસને જાણ કરીને પ્રોટેક્શનની માંગ કરી હતી. પોલીસ પ્રોટેક્શનમાં તેને ઘોડા પર બેસાડવામાં આવ્યો હતો. જો કે દબંગો દ્વારા પોલીસ હાજર હોવા છતા પણ તેને ઘોડા પરથી ઉતારી દેવામાં તો આવ્યો હતો ઉપરાંત તેને માર પણ મારવામાં આવ્યો હતો. હાલ ગામમાં તંગ પરિસ્થિતી છે. હાલ સમગ્ર ગામને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયું છે. પોલીસે કેસ દાખલ કરીને 7 લોકોની ધરપકડ કરી લીધી છે. પેશાબ, વરરાજાને ઘોડા પરથી ઉતારી માર્યો માર