રેકોર્ડઃ 105 વર્ષના ભાગીરથી અમ્માએ પાસ કરી કેરલની સાક્ષરતા પરીક્ષા, મેળવ્યા 74 ટકા
કેરલના પરક્કુલમમાં રહેતા 105 વર્ષના ભાગીરથી અમ્મા કેરલ સાક્ષરતા મિશનની પરીક્ષા પાસ કરનાર સૌથી મોટી ઉંમરના મહિલા બની ગયા છે. તેમણે 74.5 ટકા માર્કસની સાથે કેરલ સાક્ષરતા મિશનની પરીક્ષા પાસ કરી છે.
તિરુવનંતપુરમઃ કેરલના પરક્કુલમમાં રહેલા 105 વર્ષના ભાગીરથી અમ્મા કેરલ સાક્ષરતા મિશનની પરીક્ષા પાસ કરનાર સૌથી વયોવૃદ્ધ મહિલા બની ગયા છે. અમ્પાએ મિશન હેઠળ પાછલા વર્ષે નવેમ્બરમાં કક્ષા 4ના સ્તરની પરીક્ષામાં ભાગ લીધો હતો. તેમણે 74.5 ટકા માર્કની સાથે આ પરીક્ષાને પાસ કરી છે. ઉલ્લેખનીય છે કે 9 વર્ષની ઉંમરમાં ભાગીરથી અમ્માનું ભણવાનું છૂટી ગયું હતું.
ત્યારે તેઓ ધોરણ-3માં હતા. પાંચ બાળકોના માતા અને 13 બાળકોના દાદી ભાગીરથીએ કેરલ રાજ્ય સરકાર દ્વારા પ્રદેશ સાક્ષરતાને 100 ટકા બનાવવા માટે શરૂ કરેલા અભિયાન હેઠળ પરીક્ષામાં ભાગ લીધો હતો. તેમાં મલયાલમ, ગણિત અને પર્યાવરણ વિજ્ઞાન વિષયોની પરીક્ષા લેવામાં આવી હતી. 105 વર્ષના ભાગીરથી અમ્માએ આ પરીક્ષા પાસ કરીને 96 વર્ષના કાત્યાયની અમ્માનો રેકોર્ડ તોડી દીધો છે.
અયોધ્યાઃ રામ મંદિર ટ્રસ્ટના 15 સભ્યોના નામ જાહેર, આ લોકો પર હશે મંદિર નિર્માણની જવાબદારી
મિશનની સત્તાવાર વેબસાઇટ પ્રમાણે, અક્ષરસાગરમ નામના આ અભિયાનના પ્રથમ તબક્કામાં ચોથી શ્રેણીની સમકક્ષ પરીક્ષામાં 1605 પરીક્ષાર્થીઓએ ભાગ લીધો હતો. તેમાં 50થી વધુ પરીક્ષાર્થી એસસી સમુદાય અને એક એસટી સમુદાય સંબંધિત હતા.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube