અયોધ્યાઃ રામ મંદિર ટ્રસ્ટના 15 સભ્યોના નામ જાહેર, આ લોકો પર હશે મંદિર નિર્માણની જવાબદારી


ટ્રસ્ટમાં કુલ 15 સભ્યો હશે, 9 સ્થાયી અને 6 નામાંકીત સભ્યો હશે. ટ્રસ્ટ અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિર બનાવશે. કે. પરાસરન ટ્રસ્ટના અધ્યક્ષ હશે. 
 

અયોધ્યાઃ રામ મંદિર ટ્રસ્ટના 15 સભ્યોના નામ જાહેર, આ લોકો પર હશે મંદિર નિર્માણની જવાબદારી

અયોધ્યાઃ રામ મંદિર નિર્માણ માટે કેન્દ્ર સરકારે ટ્રસ્ટની રચના કરી દીધી છે. કેન્દ્રીય કેબિનેટે બુધવારે 'શ્રીરામ મંદિર તીર્થ ક્ષેત્ર'ના નામથી ટ્રસ્ટને મંજૂરી આપી હતી. તેની જાહેરાત પીએમ મોદીએ લોકસભામાં કરી હતી. તો મોદી સરકારના નિર્ણય બાદ ગૃહપ્રધાન અમિત શાહે ટ્રસ્ટના સભ્યોના નામની જાહેરાત કરી છે. અમિત શાહે ટ્વીટ કરીને કહ્યું કે, શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં 15 ટ્રસ્ટી હશે, જેમાં એક દલિલ પણ સામે થશે. 

ગૃહપ્રધાન અમિત શાહની જાહેરાત બાદ મંદિર ટ્રસ્ટના સભ્યોની યાદી સામે આવી ગઈ છે. જે પ્રમાણે ટ્રસ્ટમાં કુલ 15 સભ્યો હશે, 9 સ્થાયી અને 6 નામાંકિત સભ્ય હશે. વરિષ્ઠ વકીલ કે.પરાસરન તેના અધ્યક્ષ હશે. 

મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટિઓની યાદી 

કે. પરાસરન ટ્રષ્ટના અધ્યક્ષ

શંકરાચાર્ય વાસુદેવાનંદ મહારાજ, સભ્ય

પરમાનંદ મહારાજ જી હરિદ્વાર, સભ્ય

સ્વામી ગોવિંદગિરી જી પુણે, સભ્ય

વિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્રા, સભ્ય

ડો. અનિલ મિશ્રા હોમ્યોપેથિક, સભ્ય

ડો. કમલેશ્વર ચૌપાલ પટના, સભ્ય

મહંત દિનેન્દ્ર દાસ નિર્મોહી અખાડા, સભ્ય

ડીએમ અયોધ્યા ટ્રસ્ટના સંયોજક, સભ્ય

ટ્રસ્ટમાં 6 નામાંકિત સભ્યો હશે. 

તેની નિમણૂંક બોર્ડ ઓફ ટ્રસ્ટ કરશે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news