Bahraich encounter video : આરોપીઓના એન્કાઉન્ટરને લઈને દેશમાં હંમેશાથી રાજનીતિ હાવિ રહી છે.. ઉત્તર પ્રદેશના બહરાઈચમાં દશેરાના દિવસે જે હિંસક અથડામણ થઈ તેના આરોપીઓને શોધવા માટે પોલીસ આકાશ પાતાળ એક કરી રહી છે.. જોકે, પરિસ્થિતિ એવી આવી છેકે, હવે પોલીસની કાર્યવાહી સામે પણ વિપક્ષ સવાલ ઉઠાવી રહ્યું છે.. જી હાં, સ્વબચાવમાં કરવામાં આવેલા ફાયરિંગને એન્કાઉન્ટરનું નામ આપીને વિપક્ષ કેવી રીતે રમી રહ્યું છે રાજનીતિનો ખેલ. 


  • હવે ક્યારેય ભૂલ નહીં કરીએ, ક્યારેય નહીં કરીએ.

  • પોલીસ પર ગોળી કેમ ચલાવી?

  • સર, અમે ભાગવા માગતા હતા, ફાયર કરીને નીકળી જઈશું


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસની ગિરફ્તમાં રહેલા આ આરોપીઓનું કબૂલનામું કર્યું. આરોપીઓ સ્વીકાર કરી રહ્યા છેકે, તેઓ પોલીસ પર ફાયરિંગ કરીને ભાગી છૂટવાનો પ્રયાસ કરતા હતા. આરોપીઓએ કહ્યું કે, હવે ક્યારેય ભૂલ નહીં કરીએ, ક્યારેય નહીં કરીએ. સર, અમે ભાગવા માગતા હતા, ફાયર કરીને નીકળી જઈશું. ભૂલ થઈ ગઈ સર.



હકીકત એ છેકે, જે એન્કાઉન્ટરની વાત કરવામાં આવી રહી છે એવું કોઈ એન્કાઉન્ટર થયું જ નથી. ઉત્તર પ્રદેશના બહરાઈચમાં દુર્ગા મૂર્તિ વિસર્જન દરમિયાન હિંસા દરમિયાન થયેલી અથડામણમાં રામ ગોપાલ મિશ્રાની હત્યાના આરોપી રિંકુ ઉર્ફે સરફરાઝ ખાન અને તાલિબ સહિત અન્ય ત્રણ આરોપીઓને પકડવા માટે ગયેલી પોલીસ સાથે અથડામણ થઈ હતી. આ અથડામણના જવાબમાં પોલીસ દ્વારા આરોપીઓના પગમાં પોલીસ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું જેમાંથી બંને આરોપીઓને પગમાં ગોળી વાગી હતી.


પોલીસે જણાવ્યું કે આરોપીઓની ધરપકડ બાદ હથિયારની શોધ માટે નેપાળ બોર્ડર નજીક પહોંચ્યા હતાં જ્યાં આરોપીઓ અગાઉથી જ બંદૂકને લોડ કરીને રાખી મૂકી હતી અને મોકો મળતા જ પોલીસ પર ફાયરિંગ કર્યું જેના જવાબમાં પોલીસ દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં બે આરોપીઓને ઈજા પહોંચી.. તેમને સારવાર માટે નાનપારા હોસ્પિટલથી બહરાઈચ મેડિકલ કોલેજમાં રીફર કરવામાં આવ્યા છે.


આવી રહ્યું છે વાવાઝોડું, અંબાલાલ પટેલે ઓક્ટોબરની આ તારીખ સાથે કરી ખતરનાક આગાહી


બહરાઈચની ઘટનાને લઈને પોલીસની કામગીરીની પ્રશંસા પણ થઈ રહી છે. રાજ્યના પૂર્વ પોલીસ વડા વિક્રમસિંહે ઉત્તર પ્રદેશ પોલીસને શુભચ્છાઓ પાઠવી હતી.  


બીજી તરફ વિપક્ષની રાજનીતિને લઈને સત્તાપક્ષ ભાજપ સવાલ ઉઠાવી રહ્યું છે.. અખિલેશ યાદવ પર પ્રહાર કરીને મોહસિન રજાએ કહ્યું કે, વિપક્ષ હંમેશાથી ઉત્તર પ્રદેશમાં ગુંડારાજને પ્રોત્સાહન આપે છે. 
 
બહરાઈચથી લગભગ 40 કિમી દૂર મહારાજગંજ માર્કેટમાં 13 ઓક્ટોબર રવિવારે સાંજે 6 વાગ્યે દુર્ગા મૂર્તિની શોભાયાત્રા કાઢવામાં આવી રહી હતી. શોભાયાત્રામાં સામેલ લોકો નાચતા-ગાતા હતા. દરમિયાન કેટલાક યુવાનોએ ડીજે બંધ કરવાનું કહેતાં ઝઘડો થયો હતો. થોડી જ વારમાં હિંસા ફાટી નીકળી. પથ્થરમારો અને આગચંપી સાથે 20થી વધુ રાઉન્ડ ફાયરિંગ થયું. જેમાં 22 વર્ષના રામ ગોપાલ મિશ્રાનું મોત થયું હતું. પરિવારજનો અને ગ્રામજનોએ મૃતદેહને મેડિકલ કોલેજની સામે મૂકીને પ્રદર્શન કર્યું હતું. બીજા દિવસે 14 ઓક્ટોબરે બપોર સુધી હિંસા ચાલુ રહી હતી. 


કેનેડાની કથની અને કરણી ખુલ્લી પડી ગઈ, ટ્રુડોએ ખાલિસ્તાનના પ્રવક્તા જેવું વર્તન કર્યુ