કેનેડાની કથની અને કરણી ખુલ્લી પડી ગઈ, ટ્રુડોએ ખાલિસ્તાનના પ્રવક્તા જેવું વર્તન કર્યું
જસ્ટિન ટ્રૂડો કોઈ દેશના વડા હોવાના બદલે ખાલિસ્તાનના પ્રવક્તા બની ચૂક્યા હોય તેવું વર્તન કરી રહ્યા છે. જી હાં, એક તરફ જસ્ટિન ટ્રૂડો ભારત પર આરોપ લગાવીને પુરાવા ન હોવાની વાત સ્વીકારે છે તો બીજી તરફ જસ્ટિન ટ્રૂડો ખાલિસ્તાની આતંકીઓના સંપર્કમાં હોવાનો ખુલાસો જ આતંકીઓ કરી રહ્યા છે. જી હાં, ભારત પર સતત પાયા વિહોણા આરોપ લગાવતા જસ્ટિન ટ્રૂડોને લઈને બે મોટા ખુલાસા થયા છે જેમાં તેની કથની અને કરણી ખુલ્લી પડી ગઈ છે. શા માટે જસ્ટિન ટ્રૂડો ખાલિસ્તાનની કઠપૂતળી બની ગયા છે.
Trending Photos
india canada news : જસ્ટિન ટ્રૂડો કોઈ દેશના વડા હોવાના બદલે ખાલિસ્તાનના પ્રવક્તા બની ચૂક્યા હોય તેવું વર્તન કરી રહ્યા છે. જી હાં, એક તરફ જસ્ટિન ટ્રૂડો ભારત પર આરોપ લગાવીને પુરાવા ન હોવાની વાત સ્વીકારે છે તો બીજી તરફ જસ્ટિન ટ્રૂડો ખાલિસ્તાની આતંકીઓના સંપર્કમાં હોવાનો ખુલાસો જ આતંકીઓ કરી રહ્યા છે. જી હાં, ભારત પર સતત પાયા વિહોણા આરોપ લગાવતા જસ્ટિન ટ્રૂડોને લઈને બે મોટા ખુલાસા થયા છે જેમાં તેની કથની અને કરણી ખુલ્લી પડી ગઈ છે. શા માટે જસ્ટિન ટ્રૂડો ખાલિસ્તાનની કઠપૂતળી બની ગયા છે.
- ખાલિસ્તાનની કઠપૂતળી બની ગયા ટ્રૂડો!
- કેમ આતંકીઓની ભાષા બોલે છે જસ્ટિન ટ્રૂડો?
- ભારત પર આરોપ લગાવવા માટે ખાલિસ્તાનનો દોરી સંચાર?
જી હાં, આ સવાલ ખૂબ જ અગત્યનો છેકે, શું હકીકતમાં ભારત પર આરોપ લગાવવા માટે કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોને ખાલિસ્તાન તરફથી માર્ગ દર્શન મળી રહ્યું છે..? આ ખુલાસો બીજું કોઈ નહીં પરંતુ, ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંતસિંહ પન્નુએ કર્યો છે.
એક ન્યૂઝ એજન્સીને આપવામાં આવેલા ઈન્ટર્વ્યૂમાં પન્નુએ એ વાતનો સ્વીકાર કર્યો છેકે, તે સતત કેનેડિયન પ્રધાનમંત્રી કાર્યાલયના સંપર્કમાં છે અને ભારત વિરોધી તમામ માહિતી પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડો સુધી પહોંચાડી રહ્યો છે.. એ વાત ભૂલવી ન જોઈએ કે આ એ જ પન્નુ છે જેમણે ભારત સરકારે આતંકી જાહેર કર્યો છે.
પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોએ જે પ્રમાણે માહિતી આપી છે તેનાથી એ સ્પષ્ટ થાય છેકે, કેનેડા આ કેસમાં ન્યાય અપાવવા માટે તત્પર છે. કાયદા પ્રમાણે કેનેડા માટે પોતાની સુરક્ષા પણ જરૂરી છે. આ માટે શીખ ફોર જસ્ટિસ છેલ્લાં 3 વર્ષથી પ્રધાનમંત્રી કાર્યાલય સાથે સંપર્કમાં છે. અને સમગ્ર જાસૂસી રેકેટની માહિતી આપવામાં આવી છે.
પન્નુના નિવેદનથી એક વાત તો સ્પષ્ટ છેકે, જસ્ટન ટ્રૂડો આગામી ચૂંટણીમાં શીખ મતદારોને પોતાની તરફેણ કરવા માટે શીખ ફોર જસ્ટિસ જેવા આતંકી સંગઠનનો સહારો લઈને ભારતને બદનામ કરવાનું ષડયંત્ર રચી રહ્યા છે.. જોકે, જસ્ટિન ટ્રૂડો માટે ચિંતાની વાત એ છેકે, પોતે ભારત પર લગાવેલા આરોપોને લઈને તેમની પાસે કોઈ પુરાવા નથી.. આ વાતનો સ્વીકાર પણ ખુદ જસ્ટિન ટ્રૂડોએ જ કર્યો છે.
જસ્ટિન ટ્રુડોએ જણાવ્યું કે, મારો હેતુ માત્ર ભારત સરકાર સાથે વાત કરવાનો હતો. જ્યારે મેં આ કર્યું ત્યારે તેમણે અમારી પાસે પુરાવા માગ્યા. ત્યારે અમે કહ્યું કે અમારી પાસે ગુપ્ત માહિતી છે, અત્યારે કોઈ નક્કર પુરાવા નથી, તેથી આપણે સાથે મળીને કામ કરવાની જરૂર છે.
જસ્ટિન ટ્રૂડો તો પુરાવા વગરના આરોપ લગાવે છે પરંતુ, 26 જેટલી અરજીઓ મોકલી છે જેમાં આતંકીઓના નામ સાથે તેમના પર આરોપ અને તેમની કરતૂતો વિશેની માહિતી પણ આપવામાં આવી છે.. જેના પર કેનેડા દ્વારા આજ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી.
હકીકતમાં કેનેડામાં સામાન્ય ચૂંટણીમાં ચીનની સંડોવણી હોવાનો ખુલાસો થયો હતો. જેને લઈને જસ્ટિન ટ્રૂડો ખુદ વિવાદમાં ઘેરાયા હતા. ચૂંટણીમાં ચીનના હસ્તક્ષેપના વિવાદને ઢાંકવા માટે જસ્ટિન ટ્રૂડો સમગ્ર દેશનું ધ્યાન ભટકાવી રહ્યા હોવાનું વિશેષજ્ઞ માની રહ્યા છે.
ભારત અને કેનેડા વચ્ચેના વિવાદ વચ્ચે ટ્રુડોની લિબરલ પાર્ટીના એક સાંસદે આગામી વર્ષે કેનેડામાં યોજાનારી ચૂંટણી પહેલા પાર્ટીના પ્રમુખ પદેથી ટ્રુડોના રાજીનામાની માગ કરી છે. તેમણે કહ્યું કે હવે ટ્રુડોના જવાનો સમય આવી ગયો છે, લોકોની ધીરજ તૂટી રહી છે. જૂનમાં યોજાયેલી પેટાચૂંટણીમાં પાર્ટીની હાર બાદ હારની સમીક્ષા કરવા માટે ગયા સપ્તાહે એક બેઠક યોજાઈ હતી.. અગાઉ જૂનમાં અન્ય સાંસદ વેઈન લોંગે ટ્રુડોના રાજીનામાની માંગણી કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે