બાલ ઠાકરેને 20 વર્ષ પહેલાં સવાલ કરાયો હતો કે શું NCP સાથે કરશો ગઠબંધન? મળ્યો હતો જડબાતોડ જવાબ
શિવસેનાના સંસ્થાપક બાળ ઠાકરે (bal thackeray)ની આજે પુણ્યતિથી છે. આ સંજોગોમાં તેમના જીવનનો એક કિસ્સો જાણવાનું રસપ્રદ સાબિત થશે.
મુંબઈ : શિવસેના (Shivsena)ના સંસ્થાપક બાળ ઠાકરે (bal thackeray)ની આજે પુણ્યતિથી છે. તેમનો જન્મ 23 જાન્યુઆરી, 1926ના દિવસે મહારાષ્ટ્રના પુણેમાં થયો હતો. પ્રખર રાષ્ટ્રવાદ, હિન્દુત્વ અને મરાઠી અસ્મિતાની મદદથી તેમણે મહારાષ્ટ્રમાં લાંબી રાજકીય ઇનિંગ રમી હતી. બાળ ઠાકરે જ્યાં સુધી સક્રિય રાજકારણમાં હતા ત્યાં સુધી પોતાની વાત સ્પષ્ટપણે કહેવા માટે જાણીતા હતા અને આ કારણે જ તેમને હિન્દુ હૃદયસમ્રાટનું બિરૂદ મળ્યું હતું. 17 નવેમ્બર, 2012ના દિવસે તેમનું નિધન થયું ત્યારે જાણે મુંબઈનો શ્વાસ રોકાઈ ગયો હતો. આજે તેમની સાતમી પુણ્યતિથી વખતે પણ મુંબઈમાં તેમને હજારો લોકો શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
આજે શિવસેના તેના સાથીદાર તરીકે એનસીપીની પસંદગી મામલે ચર્ચામાં છે. બહુ ઓછા લોકોને ખબર છે કે ઉદ્ધવ ઠાકરેને મળ્યો છે એવો મોક બાળાસાહેબ ઠાકરેને પણ મળ્યો હતો. મહારાષ્ટ્રમાં શિવસેના 1995માં સરકાર બનાવી ચુકી હતી. મનોહર જોશી તેમજ નારાયણ રાણે મહારાષ્ટ્રના સીએમ રહી ચૂક્યા હતા. 1999માં કેન્દ્રમાં એનડીએની સરકાર હતી અને મહારાષ્ટ્રમાં ચૂંટણી યોજાઈ રહી હતી. આ દરમિયાન બાળાસાહેબે એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો જ આજે ચર્ચામાં છે. આ ઇન્ટરવ્યૂમાં બાળાસાહેબને સવાલ કરવામાં આવ્યો હતો કે શું તેઓ શરદ પવાર સાથે એનસીપી સાથે ગઠબંધનથી જોડાવાનું પસંદ કરશે?
આ સમયે બાળાસાહેબે બહુ કડવાશથી કહ્યું હતું કે ''રાજનીતિમાં સંભાવનાઓ માટે જગ્યા નથી. રાજનીતિ માટે કહેવાય છે કે આ દુષ્ટોનો ખેલ છે. હવે વ્યક્તિએ નક્કી કરવાનું છે તે જેન્ટલમેન બનવા માગે છે કે પછી...હું એવી કોઈ વ્યક્તિ સાથે નહીં જાઉં. જે વ્યક્તિ બાજપેયી સરકારના તુટવા પાછળ જવાબદાર છે એની સાથે હું કઈ રીતે હાથ મેળવી શકું. મારો કહેવાનો મતલબ છે કે હું એવું ક્યારેય નહીં કરું. એક દુશ્મન તો આખરે દુશ્મન છે. ચૂંટણી દરમિયાન અમે જે પક્ષની ખામી ગણાવી રહ્યા હતા એની સાથે કઈ રીત ગઠબંધન કરી શકાય?''
LIVE TV :
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...