એઝીમલા : સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે કહ્યું કે, ફેબ્રુઆરીમાં પાકિસ્તાનનાં બાલાકોટમાં ભારતીય વાયુસેનાએ હવાઇ હુમલાને એટલા માટે પાર પાડ્યો કારણ તે સુનિશ્ચિત થઇ શકે કે સીમા પર પ્રશિક્ષિત કરવામાં આવી રહેલા આતંકવાદીઓ ભારતની વિરુદ્ધ કોઇ પગલું ઉઠાવવા માટે બચે જ નહી. તેમણે કહ્યું કે, સીમા પાર આતંકવાદને પહોંચી વળવા માટે અલગ અલગ સરકારી એજન્સીઓ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાળાનાણા ધારકો પર કસાતો શકંજો: સ્વિસ બેંકોએ 25 ખાતા ધારકોને નોટિસ ફટકારી

અહીં પત્રકારો સાથેની વાતચીતમાં કાશ્મીરમાં આતંકવાદનાં મુદ્દે મને પુછવામાં આવેલા એક સવાલનાં જવાબમાં જનરલ રાવતે કહ્યું કે, અલગ અળગ સરકારી એજન્સીઓનાં સમન્વિત પ્રયાસો દ્વારા હવે એનઆઇએ દ્વારા દખલ કરવામાં આવ્યું છે. પ્રવર્તન નિર્દેશાલયે દખલ કર્યું છે અને  તમામ તે સુનિશ્ચિત કરવાનાં પ્રયાસો કરી રહ્યા છે કે આતંકવાદીઓને ઉપલબ્ધ કરવામાં આવતી રકમ બિલ્કુલ ખતમ કરી દેવામાં આવે. તેમણે એમ પણ જણાવ્યું કે, ત્યાની સ્થિતી પર કાબુ મેળવી લેવાયો છે. 
દેશ આઝાદી બાદથી આતંકવાદનો સામનો કરી રહ્યા છે.


PM મોદીની મુલાકાત પહેલા તેમને મેલી નજરથી બચાવવા અહીં ચાલી રહી છે ખાસ પુજા
અચ્છે દિનની તૈયારી: પેટ્રોલ- ડીઝલમાં 3 રૂ પ્રતિ લિટરનો તોળાઇ રહેલો વધારો
રાવતે કહ્યું કે, દેશ આઝાદી બાદથી આતંકવાદનો સામનો કરી રહ્યો છે અને સુરક્ષા દળ અને તેમનું સમર્થન કરી રહેલ તમામ એજન્સીઓ આ પડકારનો સામનો કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, અમે તે સુનિશ્ચિત કરવામાં સફળ રહ્યા કે આતંકવાદ પર કાબુ મેળવી લેવામાં આવે. નિશ્ચિત રીતે કાશ્મીર ખીણમાં અમે આતંકવાદ મુદ્દે ઉતાર ચઢાવ જોતા રહીએ છીએ. જનરલ રાવતે કહ્યું કે, એવું એટલા માટે થાય છે કારણ કે તેમને આપણા પશ્ચિમી પાડોશી પાસેથી સમર્થનમળતું રહે છે. જ્યારે કેટલાક લોકો આતંકવાદીઓની તરફથી ચલાવાઇ રહેલ દુષ્પ્રચાર અભિયાનનાં કારણો પણ ભટકી જાય છે. પરંતુ અમે સ્થિતી પર કાબુ પ્રાપ્ત કરી લીધો છે. સેના પ્રમુખ કાલે ભારતીય નૌસેના, ભારતીય તટરક્ષક દળ અને 10 આંતરરાષ્ટ્રીય કેડેટનાં 264 પ્રશિક્ષુઓના પાસિંગ આઉટ પરેડની સમીક્ષા કર્યા બાદ મીડિયા સાથે વાત કરી રહ્યા હતા.