close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

કાળાનાણા ધારકો પર કસાતો શકંજો: સ્વિસ બેંકોએ 25 ખાતા ધારકોને નોટિસ ફટકારી

જે બે ભારતીયોનું આખુ નામ દર્શાવાયું છે તેમાં મે 1949માં જન્મેલ કૃષ્ણ ભગવાન રામચંદ અને 1972 સપ્ટેમ્બરમાં જન્મેલા કલ્પેશ હર્ષ કિનારીવાલાનો સમાવેશ થાય છે

Updated: May 26, 2019, 10:04 PM IST
કાળાનાણા ધારકો પર કસાતો શકંજો: સ્વિસ બેંકોએ 25 ખાતા ધારકોને નોટિસ ફટકારી

નવી દિલ્હી : સ્વિત્ઝરલેન્ડે તેના બેંકોમાં ખાતા ધરાવતા ભારતીયો અંગે માહિતી શેર કરવાની પ્રક્રિયા ઝડપી કરી દેવામાં આવી છે. માત્ર ગત્ત અઠવાડીયે જ આશરે એક ડઝન ભારતીયોને આ અંગે નોટિસ પાઠવી દેવામાં આવી છે. સ્વિત્ઝરલેન્ડનાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા અત્યાર સુધી સ્વિસ બેંકનાં ભારતીય ગ્રાહકોને આશરે 25 નોટિસ ઇશ્યું કરીને ભારત સરકારની સાથે તેમની માહિતી શેર શા માટે ન કરવામાં આવે તેની સ્પષ્ટતા કરવા માટેની અંતિમ તક આપી છે. 

જો રાહુલ ગાંધી રાજીનામાની જીદ્દ પકડી રાખશે તો ભાજપની ચાલ સફળ થઇ જશે: પ્રિયંકા

સ્વિસ બેંકોનાં વિદેશી ક્લાયન્ટ્સની માહિતી શેર કરનારી સ્વિત્ઝરલેન્ડ સરકારી એજન્સી ફેડરલ ટેક્સ એડમિનિસ્ટ્રેશનનાં એનાલિસિસ કરવાથી માહિતી મળી કે હાલનાં  મહિનામાં અનેક દેશોની સાથે માહિતી શેર કરવાનાં પ્રયાસોમાં ત્યાંની સરકાર તરફથી ઉત્સુકતા દર્શાવાઇ રહી છે. જો કે ભારત સાથે જોડાયેલા આ પ્રકારનાં કિસ્સામાં થોડા અઠવાડીયાઓમાં વધારો થયો છે. 

નરેન્દ્ર મોદીને ફોન કરીને ઇમરાન ખાને શુભેચ્છા પાઠવી: PMએ આપ્યો જડબાતોડ જવાબ

જાકીર નાઇકનાં ટ્રસ્ટના અંગત ખાતામાં અજાણ્યા શુભચિંતકોએ મોકલ્યા કરોડો રૂપિયા: ED
મળતી માહિતી અનુસાર માત્ર 21 મેનાં જ ઓછામાં ઓછા 11 ભારતીયોને નોટિસ ઇશ્યું કરવામાં આવી હતી. સ્વિસ બેંકનાં ગેઝેટ નોટિફિકેશનમાં અનેક લોકોનાં સંપુર્ણ નામનો ઉલ્લેખ તો નથી, પરંતુ તેમની જન્મ તારીખ અને નાગરિકતા જણાવવામાં આવી છે. જો કે તેમાં 2 ભારતીય નામોનો ખુલાસો કરવામાં આવ્યો છે, કૃષ્ણ ભગવાન રામચંદ જેની તારીખ મે, 1949 અને કલ્પેશ હર્ષદ કિનારીવાલા જેની જન્મ તારીખ સપ્ટેમ્બર 1972નાં નામોનો તેમાં ઉલ્લેખ છે. આ લોકો અંગે વધારે માહિતી સ્વિસ બેંક દ્વારા નથી આપવામાં આવી. 

અરૂણ જેટલીના સ્વાસ્થય અંગે ફેલાવાઇ રહેલી અફવાઓ ખોટી: સરકારની સ્પષ્ટતા

અન્ય નામોનો ઉલ્લેખ માત્ર તેમની જન્મતારીખ અનુસાર કરવામાં આવ્યો છે. આ નોટિફિકેશનમાં તમામને 30 દિવસની મોહલત આપવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે પુરતા ડોક્યુમેન્ટ્સ સાથે ભારતની સાથે અધિકારીક સહયોગ માટે માહિતી શેર કરવાની વિરુદ્ધ તમામને 30 દિવસની અંદર અપીલ કરી શકે છે. તેના પરથી અનુમાન લગાવવામાં આવી શકે છે કે સ્વિત્ઝરલેન્ડ આ ક્લાયન્ટ્સની માહિતી ભારતીય એજન્સીઓની સાથે ઝડપથી શેર કરી શકે છે. 

PM મોદીની મુલાકાત પહેલા તેમને મેલી નજરથી બચાવવા અહીં ચાલી રહી છે ખાસ પુજા

7 મે ભારતીય નાગરિક રતન સિંહ ચૌઘરીને પણ આ પ્રકારની નોટિસ પાઠવવામાં આવી હતી અને 10 દિવસની અંદર જવાબ રજુ કરવા માટે કહેવાયું હતું. તે ઉપરાંત કુલદીપ સિંહ ધીંગરા, અનિલ ભારદ્વાજ વગેરેને પણ આ પ્રકારની નોટિસ ઇશ્યુ કરવામાં આવી ચુકી છે. એક અંદાજ અનુસાર આ નામો પૈકી અનેકનો ઉલ્લેખ એચએસબીસી અને પનામા પેપર્સ યાદીમાં પણ છે.