કોંગ્રેસના બાલાસાહેબ થોરાટ બની શકે છે મહારાષ્ટ્રના ડેપ્યુટી CM, હાઇકમાન્ડ આજે લગાવી શકે છે મોહર
મહારાષ્ટ્રમાં શિવસેના-એનસીપી અને કોંગ્રેસ ગઠબંધનની સરકારને લઇને મોટી સમાચાર આવ્યા છે. સૂત્રોના હવાલેથી સમાચાર છે કે મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષ બાલાસાહેબ થોરાટ (Balasaheb Thorat) નવી સરકારમાં ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બની શકે છે.
મુંબઇ: મહારાષ્ટ્રમાં શિવસેના-એનસીપી અને કોંગ્રેસ ગઠબંધનની સરકારને લઇને મોટી સમાચાર આવ્યા છે. સૂત્રોના હવાલેથી સમાચાર છે કે મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષ બાલાસાહેબ થોરાટ (Balasaheb Thorat) નવી સરકારમાં ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બની શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હીમાં કોંગ્રેસ હાઇકમાનની આજે થોરાઠના નામ પર મહોર લગાવી શકે છે. સમાચારોનું માનીએ તો શિવસેના-એનસીપી અને કોંગ્રેસની સરકારમાં ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હોઇ શકે છે, તો બીજી તરફ અજીત પવાર અને બાલાસાહેબ થોરાટ ઉપમુખ્યમંત્રી બનવાની સંભાવના છે.
ચેતાવણી: PayTM એ જાહેર કરી KYC વોર્નિંગ, ધ્યાન ન રાખ્યું તો લાગી જશે ચૂનો
જોકે એ પણ સમાચાર છે કે અજીત પવાર અઢી વર્ષ માટે મુખ્યમંત્રી બનાવવાનું દબાણ છે. સૂત્રોના અનુસાર એનસીજી પ્રમુખ શરદ પવાર અને કોંગ્રેસ નેતાઓનું દબાણ છે કે ઉદ્ધવ ઠાકરેને મહાવિકાસ આધાડી મુખ્યમંત્રી બનાવવા જોઇએ. એનસીપીએ પોતાના સંભવિત મંત્રીઓના નામો પર ચર્ચા શરૂ કરવામાં આવી છે.
VIDEO: બિલ્ડીંગની બારીમાંથી અચાનક થયો નોટોનો વરસાદ, નીચે લૂંટવા લાગ્યા લોકો
આ નામોમાં અજિત પવાર, દિલીપ વલસે પાટીલ, છગન ભુજબળ, ધનંજય મુંડે, જીતેંદ્વ આવ્હાડ, હસન મુશ્રિક, અનિલ દેશમુખ, નવાબ મલિક જેવા નામની ચર્ચા છે. તો બીજી તરફ બાલાસાહેબ ઠાકરે ઉપ મુખ્યમંત્રી બની શકે છે. આ ઉપરાંત અશોક ચૌહાણ, પૃથ્વી રાજ ચૌહાણ, યશોમતી ઠાકુર, વિજય વડેટ્ટીવાર, વિશ્વજીત કદમ, અમિત દેશમુખ, માણિકરાવ ઠાકરેનું નામ પણ આગળ છે.
PAN Card સાથે જોડાયેલો આ નિયમ જાણો છો? ખોટો PAN આપ્યો તો ભરવો પડશે 10 હજાર સુધીનો દંડ!
મહારાષ્ટ્રમાં શિવસેના-એનસીપી અને કોંગ્રેસના ગઠબંધનને લઇને કેંદ્વીય મંત્રી રામદાસ આઠવલે (Ramdas Athawale) એ કહ્યું કે આ ગઠબંધન અસ્વાભાવિક છે, કેટલા દિવસ ચાલશે ખબર નથી. આરપીઆઇ નેતાએ કહ્યું કે શિવસેના બાલાસાહેબ ઠાકરેનું નામ આગળ કરીને રાજકારણ કરી રહી છે. આ ગઠબંધન બાલાસાહેબના સિદ્ધાંતો વિરૂદ્ધ બની રહ્યું છે. તેમછતાં ઉદ્ધવ ઠાકરેને સીએમ પદ માટે શુભેચ્છાઓ. મહારાષ્ટ્રના રાજકીય સ્થિતિ પર રામદાસ આઠવલેએ કહ્યું કે મેં જે ફોર્મૂલા આપ્યો હતો તેના પર ભાજપ તરફ કોઇ જવાબ મળ્યો નથી. મારા પ્રયત્નો હજુ પણ ચાલુ છે.
આઠવલેએ જણાવ્યું કે શિવસેના નેતા સંજય રાઉત સાથે તેમની ગઇકાલે પણ મુલાકાત થઇ હતી. તેમણે 3 વર્ષ ભાજપ અને 2 વર્ષ શિવસેનાના સીએમ ફોર્મૂલા જણાવ્યો હતો. આરપીઆઇ નેતાએ કહ્યું કે જો ઉદ્ધવ ઠાકરેના સીએમ બનવાના પ્રસ્તાવ પહેલાં યોગ્ય રીતે સામે આવ્યો હોત તો ભાજપે સમર્થન આપ્યું હોત.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube