ચેતવણી: PayTM એ જાહેર કરી KYC વોર્નિંગ, ધ્યાન ન રાખ્યું તો લાગી જશે ચૂનો

ઇન્ટરનેટની દુનિયામાં સતત વધી રહેલા સાઇબર ફ્રોડને લઇને કંપનીઓ સમયાંતરે પોતાના ગ્રાહકોને આગાહ કરી રહી છે. આ કડીમાં મોબાઇલ પેમેન્ટ કંપની પેટીએમ (PayTM) એ એક વોર્નિંગ જાહેર કરી પોતાના યૂઝર્સને સર્તક રહેવા માટે કહ્યું છે. સર્તકતા ન વર્તવામાં આવી તો યૂઝરને મોટો ચૂનો લાગી શકે છે.

Updated By: Nov 21, 2019, 02:58 PM IST
ચેતવણી: PayTM એ જાહેર કરી KYC વોર્નિંગ, ધ્યાન ન રાખ્યું તો લાગી જશે ચૂનો

નવી દિલ્હી: ઇન્ટરનેટની દુનિયામાં સતત વધી રહેલા સાઇબર ફ્રોડને લઇને કંપનીઓ સમયાંતરે પોતાના ગ્રાહકોને આગાહ કરી રહી છે. આ કડીમાં મોબાઇલ પેમેન્ટ કંપની પેટીએમ (PayTM) એ એક વોર્નિંગ જાહેર કરી પોતાના યૂઝર્સને સર્તક રહેવા માટે કહ્યું છે. સર્તકતા ન વર્તવામાં આવી તો યૂઝરને મોટો ચૂનો લાગી શકે છે.

પેટીએમના માલિક વિજય શેખર (Vijay Shekhar)એ પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કરી કહ્યું છે કે KYC અને એકાઉન્ટ બ્લોકને લઇને આગામી ફ્રોડ મેસેજીસ અને કોલ્સથી સતર્ક રહો. આ ફ્રોડ મેસેજીસ દ્વારા KYC અપડેટ કરવાનો હવાલો આપતાં યૂઝરના ફોનમાં એપ ડાઉનલોડ કરાવી રહ્યા છે. એવામાં કોમ્યુનિકેશનથી સાવધાન રહો. 

ટ્વિટમાં આગળ કહ્યું કે પેટીએમ KYC માટે કોઇ પ્રકારના મેસેજ મોકલતું નથી કોઇ એપ ડાઉનલોડ કરવા માટે કહે છે. આ તે ફ્રોડ લોકો છે જે તમારી ડિટેલ્સ લઇને તમારા એકાઉન્ટમાંથી પૈસા ચોરવા માંગે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube