ઓડિશાના  બાલાસોરમાં થયેલા ભીષણ ટ્રેન અકસ્માતમાં 261થી વધુ લોકોના જીવ ગયા છે. લગભગ 900 લોકો ઘાયલ થયા છે. ત્રણ ટ્રેનની આ ભીષણ ટક્કર બાદ અનેક સવાલ ઉઠી રહ્યા છે. આ બધા વચ્ચે અકસ્માતનો સંયુક્ત તપાસ રિપોર્ટ સામે આવ્યો છે. આ તપાસ રિપોર્ટમાં ભીષણ ઘટના પાછળ સિગ્નલ સંબંધિત ભૂલ સામે આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિપોર્ટ મુજબ બહાનગા બજાર સ્ટેશન પર માલગાડી લૂપ લાઈનમાં ઊભી હતી. આ વચ્ચે 12841 કોરોમંડ એક્સપ્રેસ બહાનગા બજાર સ્ટેશન પહોંચી. દરેક સ્ટેશન પર બીજી ટ્રેન પાસ કરાવવા માટે લૂપ લાઈન હોય છે. બહાનગા બજાર સ્ટેશન પર અપ અને ડાઉન બે લૂપ લાઈન છે. કોઈ પણ ટ્રેનને લૂપ લાઈન પર ત્યારે ઊભી રખાય છે જ્યારે કોઈ ટ્રેનને સ્ટેશન પાસ કરાવવાનું હોય. 


બહાનગા બજાર સ્ટેશન ઉપર પણ કોરોમંડલ એક્સપ્રેસ અને બેંગ્લુરુ હાવડા એક્સપ્રેસને પાસ કરાવવવા માટે માલગાડીને કોમન લૂપ લાઈન પર ઊભી રખાઈ હતી. કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન પૂરપાટ ઝડપે મેઈન અપ લાઈનથી પસાર થઈ રહી હતી. તે સમયે ડાઉન લાઈનથી બેંગ્લુરુ હાવડા એક્સપ્રેસ ટ્રેન પસાર થઈ રહી હતી. 


ટ્રેન અકસ્માત સમયે ડબ્બામાં આ જગ્યાએ બેઠેલા લોકો રહે છે સુરક્ષિત! ખાસ જાણો


જો ટ્રેનોમાં આ એક વસ્તુ હોત તો....ઓડિશા ટ્રેન અકસ્માતમાં આટલી મોટી ત્રાસદી ન થાત!


Watch Video: ડિરેલ થઈને માલગાડી પર ચડી ગયું કોરોમંડલ એક્સપ્રેસનું એન્જિન


બહાનગા બજાર સ્ટેશન પર આ ટ્રેનને કોઈ સ્ટોપેજ નથી. આવામાં બંને ટ્રેનની સ્પીડ વધુ હતી. બહાનગા બજાર સ્ટેશનથી પસાર થઈ રહેલી કોરોમંડલ ટ્રેન અચાનક પાટા પરથી ઉતરી ગઈ. પાટા પરથી ઉતરેલી કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેનના કેટલાક ડબ્બા માલગાડી સાથે જઈ અથડાયા. અકસ્માત સમયે ડાઉન લાઈનથી પસાર થઈ રહેલી યશંવતપુર-હાવડા (બેંગ્લુરુ-હાવડા)ના પાછળના બે ડબ્બા પણ પાટા પરથી ઉતરેલી કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેનની ઝપેટમાં આવી ગયા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube