નવી દિલ્હી: હરિયાણાના બલ્લભગઢ (Ballabgarh case) માં લવ જેહાદનો ભોગ બનેલી દીકરી નીકિતા (Nikita) ના અંતિમ સંસ્કાર કરી દેવાયા છે. મેવાત વિસ્તારમાં જબરદસ્તીથી ધર્મ પરિવર્તનને લઈને મચેલા હોબાળા વચ્ચે પરિવારજનોએ ભગ્ન હ્રદયે દીકરીને અંતિમ વિદાય આપી. ગુસ્સે ભરાયેલા પરિજનો અને દેખાવકારોએ દિલ્હી-મથુરા નેશનલ હાઈવે જામ કરી દીધો હતો. આ બાજુ મૃતક છોકરીના ભાઈ નવીન તોમરે જણાવ્યું કે હત્યાનો આરોપી તૌસીફ કોંગ્રેસ ધારાસભ્ય આફતાબ અહેમદનો ભત્રીજો છે. તે વગદાર લોકો છે.  તેમને પૂરેપૂરો પોલિટિકલ સપોર્ટ છે. નીકિતાના ભાઈએ કહ્યું કે બે વર્ષ પહેલા પણ મારી બહેનને હેરાન કરવાની કોશિશ કરી હતી. પોલીસમાં ફરિયાદ તો થઈ પરંતુ આ લોકો વગદાર છે એટલે અમે ડરી ગયા અને પંચાયત સામે સમાધાન કરી લીધુ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

VIDEO: ધોળે દિવસે યુવતીની કોલેજની બહાર ગોળી મારીને હત્યા, ઘટના CCTVમાં કેદ


સોનિયા-રાહુલ ગાંધી સુધી પરિવારની પહોંચ
નીકિતાના મામા આદલ રાવતે કહ્યું કે 'અમે જો 2 વર્ષ પહેલા સમાધાન ન કરત તો તેનો જીવ બચી શક્યો હોત. 2018માં તૌસીફે અમારી પુત્રીનું અપહરણ કર્યું હતું. અમે FIR નોંધાવી અને તેને અરેસ્ટ કરાવ્યો. તૌસીફના પરિજનોએ અમારી માફી માંગી અને કહ્યું કે હવે આવું નહીં થાય. ત્યારબાદ અમે સમાધાન કરી લીધુ. તૌસીફના દાદા ખુર્શીદ અહેમદ MLA અને મંત્રી રહી ચૂક્યા છે. તેમનો પુત્ર આફતાબ અહેમદ પણ કોંગ્રેસમાં MLA છે, 40-50 વર્ષથી આ પરિવાર રાજકારણમાં છે. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે સીધા સંબંધ છે.' તેમણે કહ્યું કે આજે આ અપ્રિય ઘટના ન ઘટી હોત તો કદાચ અમે આજે પણ સમાધાન કરી લેત કારણ કે તેઓ ખુબ પાવરફૂલ લોકો છે. 


અત્રે જણાવવાનું કે હાથરસ મામલે રાજકારણ રમનારા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ આ મામલે ચૂપકીદી સાધી છે. હાથરસ કેસમાં  તેમણે ખુબ ફોટા પડાવ્યા, વીડિયો બનાવ્યા પરંતુ નીકિતા કેસમાં હજુ સુધી તેમનું કોઈ નિવેદન આવ્યું નથી. 


રાંધણ ગેસ સિલિન્ડર બુક કરાવવા માટે બદલાઈ ગયો નંબર, 1 નવેમ્બરથી થનારા ફેરફાર વિશે ખાસ જાણો


બલ્લભગઢની આ દીકરીને કયારે ન્યાય મળશે?
આ બધા વચ્ચે બલ્લભગઢના નીકિતા હત્યાકાંડમાં બંને આરોપીઓ તૌસીફ અને રેહાનને બે દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવાયા છે. કોર્ટે આ કેસમાં આગળની તપાસ માટે માંગવામાં આવેલા પોલીસ રિમાન્ડને મંજૂરી આપી દીધી.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube