કર્ણાટકને ભડકે બાળવાનું રચાઈ રહ્યું છે ષડયંત્ર? હવે શંકરાચાર્યની મૂર્તિ પર ફેંકાયો SDPIનો ઝંડો
આરોપ છે કે ઉપદ્રવીઓએ બુધવારે મોડી સાંજે ચિકમંગલૂરના શ્રૃંગેરીમાં શંકરાચાર્યની મૂર્તિ પર કટ્ટરપંથી ઈસ્લામિક સંગઠન PFIના રાજકીય સંગઠન SDPIનો ઝંડો ફેંક્યો. ત્યારબાદ હિન્દુવાદી સંગઠનોનો આક્રોશ ફાટી નીકળ્યો અને વિરોધ પ્રદર્શનો શરૂ થઈ ગયાં. જો કે આ ઘટનાની સૂચના મળતા જ પોલીસે તાબડતોબ આવીને ત્યાંથી ઝંડો હટાવી દીધો અને આ કેસમાં એફઆઈઆર નોંધી લીધી.
બેંગ્લુરુ: કર્ણાટક (Karnataka) ના બેંગ્લુરુમાં થયેલી હિંસામાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. બેંગ્લુરુ (Bengaluru) પોલીસે ડીજે હલ્લી કેસમાં 60 વધુ આરોપીઓની ધરપકડ કરી છે. અત્યાર સુધીમાં ધરપકડ કરાયેલા કુલ લોકોની સંખ્યા 206 થઈ ગઈ છે. આ બધા વચ્ચે SDPIના કલીમ પાશા (Kaleem Pasha) ની પત્ની કોંગ્રેસ પાર્ટીની કોર્પોરેટર છે. આ હિંસા પાછળ SDPI અને કોંગ્રેસની મિલિભગત હોવાની આશંકા પણ વ્યક્ત કરાઈ રહી છે. કારણ કે કલીમ પાશાના કોંગ્રેસ (Congress) સાથે ખુબ સારા સંબંધ છે. આ મામલે નોંધાયેલી FIRથી જાણવા મળે છે કે આ તોફાનો ફક્ત એક પેસબુક પોસ્ટથી નહતા થયા પરંતુ તેના પાછળ ખુબ મોટું ષડયંત્ર હતું. કર્ણાટકને તોફાનોની આગમાં હોમવાના ષડયંત્રની જાણ એ વાતથી પણ થાય છે કે બેંગ્લુરુથી લગભગ 245 કિમી દૂર ચિકમંગલૂરમાં પણ સાંપ્રદાયિક સૌહાર્દને ભંગ કરવાની કોશિશ કરાઈ.
બેંગ્લુરુમાં પણ થવાનો હતો બીકરુકાંડ? 800 જેટલા લોકોએ કર્યો હતો પોલીસકર્મીઓ પર હુમલો
આરોપ છે કે ઉપદ્રવીઓએ બુધવારે મોડી સાંજે ચિકમંગલૂરના શ્રૃંગેરીમાં શંકરાચાર્ય (Shankracharya) ની મૂર્તિ પર કટ્ટરપંથી ઈસ્લામિક સંગઠન PFIના રાજકીય સંગઠન SDPIનો ઝંડો ફેંક્યો. ત્યારબાદ હિન્દુવાદી સંગઠનોનો આક્રોશ ફાટી નીકળ્યો અને વિરોધ પ્રદર્શનો શરૂ થઈ ગયાં. જો કે આ ઘટનાની સૂચના મળતા જ પોલીસે તાબડતોબ આવીને ત્યાંથી ઝંડો હટાવી દીધો અને આ કેસમાં એફઆઈઆર નોંધી લીધી.
કર્ણાટકના પર્યટન મંત્રી સીટી રવિએ પોલીસને આ કેસમાં તપાસ કરીને કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે. તેમણે કહ્યું છે કે ખબર પડી છે કે SDPIના ઝંડાને શ્રૃંગેરીમાં શ્રી શંકરાચાર્યની પ્રતિમા પર ફેંકવામાં આવ્યો છે. મે પોલીસ અધિકારીઓને તપાસ કરવાના અને દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે. કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે બધા સહયોગ કરે.
હવે જો સિલિન્ડરમાં સમય પહેલા જ ગેસ પૂરો થઈ ગયો તો LPG એજન્સીનું આવી બન્યું સમજો....
ભાજપના નેતા અને કર્ણાટકના ઉડુપી ચિકમંગલૂર સીટથી સાંસદ શોભા કરંદલાજેએ પણ ઘટનાને લઈને SDPI પર હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે અસહિષ્ણુતા પરાકાષ્ઠાએ જઈ રહી છે. અસામાજિક તત્વો લોકોને પોતાના ખતરનાક એજન્ડાઓના પ્રચાર માટે ઉક્સાવી રહ્યાં છે. હું શ્રૃંગેરીમાં શંકરાચાર્યની પ્રતિમા પર SDPIનો ઝંડો લગાવવાની ઘટનાની ટીકા કરું છું. જે લોકો આ ઘટનામાં સામેલ છે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube