બનિહાલ કાર વિસ્ફોટઃ CRPF કાફલા હુમલો કરવાનો આદેશ હોવાનું આતંકીએ સ્વીકાર્યું
આતંકવાદીએ પોલીસની પુછપરછમાં જણાવ્યું કે, `મને ફોન ઉપર આ કાફલા પર હુમલો કરવાનો આદેશ મળ્યો હતો. મારું કામ કાફલા સુધી કાર લઈ જઈ અને પછી તેમાં રહેલી એક સ્વીચ દબાવાનું હતું. હું જ્યારે કારમાં હતો ત્યારે મેં એ બટન પણ દબાવ્યું હતું.આ ઘટના સમયે કારમાં હું એકલો જ હતો.`
શ્રીનગરઃ જમ્મુ-શ્રીનગર હાઈવે પર બનિહાલ પાસે પુલવામા હુમલાની ઢબે હુમલો કરવાનું કાવતરું ઘડનારો આતંકવાદી પકડાઈ ગયો છે. તેણે સ્વીકારી લીધું છે કે તે પુલવામા જેવો હુમલો કરવા માગતો હતો. પકડાયેલો આતંકવાદી હિઝબુલ મુજાહિદ્દીન સંગઠન સાથે સંકળાયેલો છે અને કાશ્મીરના શોપિયાંનો નિવાસી છે. આતંકવાદીને 8 દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, 30 માર્ચ, શનિવારના રોજ એક સેન્ટ્રો કાર દ્વારા CRPFના કાફલાને નિશાન બનાવાનો પ્રયાસ કરાયો હતો.
ડીજીપી દિલપાગ સિંહે સોમવારે પત્રકારોને જણાવ્યું કે, 'માત્ર 36 કલાકમાં જ હુમલાનું કાવતરું ઘડનારા આતંકીને પકડી લેવાયો છે. તેનું નામ ઓવેસ અમીન છે અને પ્રાથમિક પુછપરછમાં તેણે પોતાનો અપરાધ કબુલી લીધો છે. આ આતંકી શોપિયાંનો રહેવાસી છે.'
ઓમર અબ્દુલ્લા બોલ્યા, કાશ્મીર બને અલગ દેશ, પીએમ મોદીએ કહ્યું - આવું બોલાવાની હિંમત કેવી રીતે થઈ
ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...