નવી દિલ્હી : સ્ટેટ બેંક અને જીવન વિમા નિગમ સહિત ઘણી બેંકો અને નાણાકીય સંસ્થાઓએ બેંક સમુહને આપેલ 50 કરોડ અથવા તેનાથી વધારેના ફસાયેલા દેવાના ત્વરિત ઉકેલ માટે મહત્વપુર્ણ આંતરિક લોન આપવા અંગેની સમજુતી કરી છે, જેમાં લીડ બેંકની અગ્રણી ભુમિકાને માન્યતા આપવામાં આવી છે. નાણામંત્રી પીયૂષ ગોયલે આ પહેલને બેંકિંગ ઉદ્યોગની હાલની પરિસ્થિતીના સમાધાનની દિશામાં મોટુ પગલું ગણાવ્યું. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમજુતી પર ભારતીય પોસ્ટ , બેંક સહિત જાહેર ક્ષેત્રની કુલ 22 બેંકો, ખાનગી ક્ષેત્રની 19 બેંક અને 32 વિદેશી બેંકો દ્વારા હસ્તાક્ષર કરવામાં આવી રહ્યા છે. તે ઉપરાંત જીવન વીમા નિગમ ક્ષેત્રની 19 બેંક અને 32 વિદેશી બેંકો દ્વારા હસ્તાક્ષર કરવામાં આવી રહ્યા છે. તે ઉપરાંત જીવન વીમા નિગમ, હુડકો, પાવર ફાઇનાન્સ કોર્પોરેશન અને આરઇસી સહિત 12 મહત્વની નાણાકીય સંસ્થાઓએ પણ આ સમજુતી પર હસ્તાક્ષર કર્યા છે. 

ઘણા વર્ષોથી ફસાયેલા લોનની ત્વરિક ઉકેલ માટેનો કિસ્સો લટક્યો.
નાણામંત્રી ગોયલે આ સમજુતી અંગે કહ્યું કે, લગભગ લગભગ સમગ્ર બૈંકિંગ પ્રણાલી અને આરઇસી, પીએફસી જેવી મહત્વની બિન સરકારી સંસ્થા આ સમજુતીમાં સમાવિષ્ટ થાય છે. એવી સમજુતી નહી થવાના કારણે અત્યાર સુધી ઘણા વર્ષથી ફસાયેલા દેવાના ત્વરિત ઉકેલનો કિસ્સો અટવાયેલા છે. તેમણે કહ્યું કે, આઇસીઆઇસીઆઇ બેંક પણ નિર્દેશક મંડળની મંજુરી લેવામાં આવ્યા બાદ તેમાં સમાવિષ્ઠ થઇ રહ્યા છે. તે ઉપરાંત ઘણી અન્ય બેંકો આ સમજુતીનો હિસ્સો બની રહ્યા છે.

અંતર રૂણદાતા સમજુતી બેંકો પોતે તૈયાર કરશે. અને તેના કારણે બૈંકો દ્વારા મળીને બૈંકિંગ ક્ષેત્રની સમસ્યાનો ઉકેલ શોધવાના સંકલ્પની માહિતી મળે છે. તેમણે કહ્યું કે, આ એક મોટુ પગલું છે. તે આઇબીસીના વર્તુળમાં છે. આ કોઇ સમાંતર પ્રણાલી નથી. સમગ્ર પ્રક્રિયાને તૈયાર કરી લેવાઇ છે અને તેના કારણે નિશ્ચિત દિશાનિર્દેશો અને નિયમોના વર્તુળમાં જ સમસ્યાનું ત્વરિત સમાધાન કરવામાં આવી શકશે. 

ઋણ આપનારાઓ સમક્ષ મજુરી માટે રજુ થશે સમાધાન યોજના
આ સમજુતી હેઠળ બેંક સમુહોમાં જેના નેતૃત્વમાં લોન આપવામાં આવી છે, તે એક નિગરાની સમિતીને સમાધાન યોજના સોંપશે. આ સમગ્ર યોજના સશક્તનો હિસ્સો છે. એક અધિકારીક જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે સમુહમાં જેણે સૌથી વધારે લોન આપવામાં આવે છે બીજી તરફ લીડ બેંક હોય છે, જ્યારે સમાધાન યોજના બનાવવા માટે નોંધાયેલ હશે. તેની સમાધાન યોજનાને ઋણદાતાઓની સમક્ષ મંજુરી માટે રાખવામાં આવશે.

પ્રમુખ લોન આપનારને સમાધાન યોજનાની નિગરાની સમિતીની ભલામણની સાથે તમામ સંબંધિત લોનદાતાને સોંપવી પડશે. સમાધાન યોજનાને અગ્રણી મહત્વની બેંકોને 180 દિવસની અંદર અમલમાં લાવવું પડશે.  આ પ્રકારની સમજુતીને ભારતીય બેંક સંઘના તત્વધાનમાં બનાવાયેલી સુનીલ મેહતા સમિતીની ભલામણ બાદ તૈયાર કરવામાં આવ્યા છે.

આ પ્રકારની સમજુતીને અલગ અલગ લોન આપનાર સંસ્થાઓના નિર્દેશક મંડળ પાસેથી પણ મંજુરી મળી ચુકી છે. દેશમાં બેંકોના ફસાયેલ દેવું એટલે કે એનપીએ ડિસેમ્બર 2017ના અંત સુધીમાં 9 લાખ કરોડ રૂપિયાના પાર નિકળી ચુકી છે. રિઝ્વ બેંકે આગમી દિવસોમાં એવી સંપત્તી વધવા મુદ્દે સતર્ક પણ કર્યા છે.