Bank Holidays in June 2023: બેંકો જૂન મહિનામાં કુલ 12 દિવસ માટે બંધ રહેશે. જો તમે 2000ની નોટ બદલવા માટે બેંકમાં જવાનું વિચારી રહ્યા છો, તો પહેલા બેંકોમાં રજાઓનું લિસ્ટ જાણી લો. બેંકોમાં દર બીજા અને ચોથા શનિવારે રજા હોય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે બેંકોને લગતા મોટા ભાગના કામ ઓનલાઈન થાય છે. પરંતુ હજુ પણ ખાતું ખોલાવવું, ચેક સંબંધિત કામ અને એવા ઘણા કામ છે, જેના માટે બેંકની શાખામાં જવું જરૂરી છે. બેંક શાખામાં જતા પહેલાં તમારે જૂન 2023 માં બેંકની રજાઓ (Bank Holidays in Jun 2023) વિશે જાણવું આવશ્યક છે. જૂનમાં વિવિધ ઝોનમાં કુલ 12 દિવસ બેંકો બંધ રહેશે. અઠવાડિયાના દરેક રવિવાર ઉપરાંત બીજા અને ચોથા શનિવારનો પણ સમાવેશ થાય છે. 24, 25, 26 જૂન અને 28, 29, 30 જૂને પણ લોંગ વીકએન્ડ આવી રહ્યું છે. ચાલો જાણીએ કે જૂન મહિનામાં બેંકની રજાઓ કઈ તારીખે છે.


આ પણ વાંયો:
લોન્ચ થઈ મોસ્ટ પાવરફુલ Sport Bike! કિંમત છે 42 લાખ રૂપિયા, ડિઝાઇન પણ છે દમદાર
શું તમારે પણ બાળકોનું Aadhaar Card કઢાવવું છે? આજે જ ઘરે બેઠા કરો અરજી
Upcoming: આ વર્ષે માર્કેટમાં લોન્ચ થશે Jimny, Exter, Elevate સહિત આ 8 નવી SUV


જૂનમાં બેંક રજાઓની યાદી


4 જૂન, 2023- રવિવારની સાપ્તાહિક રજાના કારણે બેંકો બંધ રહેશે.


10 જૂન, 2023- બીજા શનિવારના કારણે બેંકોમાં રજા રહેશે.


11 જૂન, 2023- રવિવારના કારણે બેંકોમાં રજા રહેશે.


15 જૂન 2023- મિઝોરમ અને ઓડિશામાં રાજા સંક્રાંતિ અને YMA દિવસને કારણે બેંકો બંધ રહેશે.


18 જૂન 2023- રવિવારના કારણે બેંકો બંધ રહેશે.


20 જૂન 2023- રથયાત્રાને કારણે મણિપુર અને ઓડિશામાં બેંકો બંધ રહેશે.


24 જૂન, 2023- ચોથા શનિવારના કારણે બેંકોમાં રજા રહેશે.


25 જૂન 2023- રવિવારના કારણે બેંકો બંધ રહેશે.


26 જૂન 2023- ખર્ચી પૂજાને કારણે માત્ર ત્રિપુરામાં બેંકો બંધ રહેશે.


28 જૂન 2023- મહારાષ્ટ્ર, જમ્મુ કાશ્મીર અને કેરળમાં બકરી ઈદના કારણે આ દિવસે બેંકો બંધ રહેશે.


29 જૂન, 2023- બકરી ઈદના કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે.


30 જૂન, 2023- રીમા ઈદ ઉલ અઝહાના કારણે મિઝોરમ અને ઓડિશામાં બેંક રજા રહેશે.


આ પણ વાંયો:
ફ્લોલેસ લુકમાં જોવા મળી Mouni Roy,ટ્રાન્સપરન્ટ વ્હાઇટ આઉટફિટે જીત્યા લોકોના દિલ
Highest Paid OTT એક્ટ્રેસ કોણ? સુષ્મિતા, સામન્થા અને ગૌહર ટોપ 5 માં સામેલ
High Paying Jobs : આ છે ટોપ 5 હાઈએસ્ટ પેઈંગ વર્ક ફ્રોમ હોમ જોબ્સ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube