નવી દિલ્હી: જો તેમે સાર્વજનિક બેંકમાં કોઇ કામ છે તો, આ સમાચાર તમારા માટે જ છે. કેટલાક બેંકિંગ સંગઠનોએ મંગળવાર (8 જાન્યુઆરી) અને બુધવાર (9 જાન્યુઆરી)એ સાર્વજનિક હડતાલનું આહવાન કર્યું છે. જણાવી દઇએ કે આ પહેલા વિજ્યા બેંક અને દેના બેંકના બેંક ઓફ બરોડામાં સૂચિત વિલીનીકરણ સામે સાર્વજનિક ક્ષેત્રોમાં બેંક કર્મચારીઓના યૂનિયને ગત મહિને 26 ડિસેમ્બરમાં પણ હડતાલ કરી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે સાર્વજનિક બેંકોના લાખોની સંખ્યામાં કર્મચારીઓની રાષ્ટ્રવ્યાપી હડતાલમાં ભાગ લેવાની સંભાવના છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: હવે ગાડી ખરીદવાની જરૂર નથી, ત્રણ વર્ષ સુધી ડ્રાઇવર વગર મળશે ભાડે કાર


સમાચાર મળી રહ્યાં છે કે સરકારની કથિત કર્મચારી વિરોધી નીતિઓના વિરોધમાં 10 કેન્દ્રીય શ્રમિત સંગઠનોના આહવાન પર સૂચિક હડતાલના સમર્થનમાં આઆ નિર્ણય લેવામાં આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઓલ ઇન્ડિયા બેંક એમ્પલોઇઝ એસોશિયન (એઆઇબીઇએ) અને બેંક એમ્પલોઇઝ ફેડરેશન ઓફ ઇન્ડિયા (બીઇએફઆઇ)એ 8  અને 9 જાન્યુઆરી રાષ્ટ્રવ્યાપી હડતાલની જાહેરાત કરી છે. એઆઇબીઇએ અને બીઇએફઆઇની હડતાલના કારણ કેટલાક ક્ષેત્રોમાં બેંકોની શાખોઓ તેમજ કાર્યલયોમાં કામકાજ પ્રભાવિત થઇ શકે છે.


વધુમાં વાંચો: અખિલેશ યાદવ CBIની રડાર પર, ગેરકાયદે માઇનિંગ મામલે થશે ભૂમિકાની તપાસ


ત્યારે, હરિયાણાના લાખો કર્મચારી કેન્દ્ર અને રાજ્ય સરકારની કર્મચારી અને મજૂર વિરોધી નીતિઓની સામે 8 અને 9 જાન્યુઆરીએ યોજાનારી રાષ્ટ્રવ્યાપી સામાન્ય હળતાલમાં સામેલ થશે. સર્વ કર્મચારી સંઘ હરિયાણાના મહાસચિવ સુભાષ લાંબાએ શનિવારે વિજળી નિગમના ડિવીજન કાર્યાલયમાં આયોજીત પત્રકાર પરિષદમાં દાવો કર્યો હતો કે હડતાલમાં દરેક વિભાગો, બોર્ડ, નિગમો, વિશ્વવિદ્યાલયો, નગર નિગમો, પાલિકાઓ, પરિષદો, સહકારી સમિતિઓ, પંચાયત સમિતિઓ, કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા સંચાલીત યોજનાઓમાં કાર્યરત નિયમિત તેમજ અનિયમિત કર્મચારી સામેલ થશે.


વધુમાં વાંચો: પ્રત્યાર્પણ મંજૂરી પછી માલ્યાની સામે સરકારને મોટી સફળતા, જપ્ત થશે સંપત્તિ


તેમણે જણાવ્યું કે સરકારે જો જુની પેન્શન સ્કીમને પુનઃસ્થાપિત નથી કરી અને વિધાનસભામાં નિયમિતકરણ બિલ પસાર કરી અનિયમિત કર્મચારીઓને સ્થાઇ કરવા સહિત ચૂંટણી ઘોષણા પત્રમાં આપેલા વચનોને અમલમાં નહી લાવે તો ચૂંટણીમાં ભાજપને કર્મચારીઓની મોટા પ્રમાણમાં નારાજગીનો સામનો કરવો પડશે.
(ઇનપુટ ભાષા)


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...