પશુ તસ્કરોનો આતંક: વિરોધ કરનારા યુવકને ગોળી મારી દીધી
ઉતરપ્રદેશનાં પીલીભીત જિલ્લામાં 23 વર્ષીય સોનુ ઉર્ફે સોનપાલને પ્રતિબંધિત પશુઓનાં તસ્કરોને વિરોધ કરવા અંગે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે
પીલીભીત : પ્રતિબંધિત પશુઓની તસ્કરીનો વિરોધ કરવો એક યુવકને ભારે પડી ગયું. આરોપ છે કે તસ્કરોએ ગોળી મારીને યુવકની હત્યા કરી દીધી. પોલીસે અજાણ્યા લોકોની વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ કર્યો છે અને ઝડપથી જ સમગ્ર કેસને ઉકેલવાની વાત કહી રહી છે. ઘટના પોલીસ સ્ટેશન બિલસંડા વિસ્તારનાં મોહનપુર ગામની છે.
INX મીડિયા કેસ: પી. ચિદમ્બરમને પાંચ દિવસના સીબીઆઇ રિમાન્ડ
23 વર્ષીય સોનુ ઉર્ફે સોનપાલને પ્રતિબંધિત પશુઓનાં વિરોધ કરવા અંગે પોતાનો જીવ ગુમાવવો પડ્યો. મળતી માહિતી અનુસાર સોનુનું ઘર રસ્તાના કિનારે છે. ઘરની બહાર એક ઝુંપડી આવેલી છે. મોડી રાત્રે પરિવારનાં લોકો ઘરની અંદર સુઇ રહ્યા હતા, સોનુ પણ ઝુંપડીમાં સુઇ રહ્યા હતા. ત્યારે જ સોનુને કંઇક સળવળાટ સંભળાયો હતો. તેણે ઉઠીને જોયું તો, એક પિકઅપ ગાડીમાં કેટલાક અજાણ્યા લોકો પ્રતિબંધિત પશુઓ માર્ગથી લાદી રહ્યા હતા. સોનુએ વિરોધ કર્યો તો આરોપીઓએ ગોળીબાર કર્યો. એકવાર ગોળી દિવાલમાં જઇને લાગી અને બીજી સોનુને પેટમાં વાગી હતી.
ગાઝીયાબાદ: સીવરની સફાઇ માટે ઉતરેલા 5 કર્મચારીઓનાં શ્વાસ રુંધાતા મોત
અજય કુમાર ભલ્લા દેશનાં નવા ગૃહ સચિવ, CACની લીલીઝંડી
હોબાળો થતો જોઇ આરોપીઓ ફરાર થઇ ગયા હતા. સોનુને તત્કાલ હોસ્પિટલ લઇ જવાયો. જ્યાંથી તેને બરેલી રેફર કરી દેવાયો. બરેલીમાં સારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યું. પરિવારની ફરિયાદ બાદ પોલીસે અજાણ્યા હુમલાખોરો વિરુદ્ધ રિપોર્ટ દાખલ કરી છે. મૃતકની બહેન રામગીતાએ જણાવ્યું કે, પોલીસ આ મુદ્દે તપાસ કરી રહી છે. જ્યારે પરિવારનો આરોપ છે કે પોલીસે ગૌતસ્કરોને બચાવવાનાં ઉધ્દેશ્યથી ફરિયાદમાં હેરફેર કરી છે. જે ઘટના પરિવારે જણાવી પોલીસે તેને તોડી મરોડીને નોંધી છે. હાલ તો આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભારે આક્રોશ છે.