બરેલીઃ ઉત્તર પ્રદેશના બરેલીમાં પોલીસ હોવાનો નાટક કરીને 12 મહિલા પોલીસકર્મીઓને ફસાવનાર ઠગની પોલીસે ધરપકડ કરી છે. આ આરોપીનું નામ રાજન વર્મા છે, જે લખીમપુર ખેરીનો રહેવાસી છે. તપાસમાં બહાર આવ્યું છે કે રાજનના મહિલા પોલીસકર્મીઓ સાથે નાજાયજ સંબંધો હતા અને તેમની પાસેથી લાખો રૂપિયા પડાવી ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નકલી યુનિફોર્મની પહેરીને પોલીસકર્મીઓનો 'શિકાર' કર્યો
રાજન વર્માએ પોલીસ હોવાનો ઢોંગ કરીને મહિલા પોલીસકર્મીઓને વિશ્વાસમાં લીધી હતી અને પછી છેતરપિંડીનો પોતાનો ઈરાદો પાર પાડ્યો હતો. તેણે પોલીસ યુનિફોર્મમાં ફોટા પાડીને સંપૂર્ણપણે પોલીસની નકલી ઓળખ ઉભી કરી હતી. રાજનની સાચી ઓળખ ત્યારે સામે આવી જ્યારે તેણે બરેલીમાં તૈનાત એક મહિલા પોલીસકર્મીને ટાર્ગેટ કરી. રાજનની હરકતો જોઈને આ મહિલા કોન્સ્ટેબલે તેની વિરુદ્ધ કોતવાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.


આ પણ વાંચોઃ કોણ છે આ પટલાણી? જેની મોદીથી લઈને યોગીને પણ છે ગરજ, જોજો પાછા આનંદીબેનની વાત નથી


લખીમપુર ખેરીમાં પણ આ બોગસ વ્યક્તિ સામે ફરિયાદ
સીઓ સિટી પંકજ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે રાજન વર્મા ખૂબ જ શાતિર ગુનેગાર છે, જેની સામે લખીમપુર ખેરીમાં કેટલાક કેસ નોંધાયેલા છે. તેણે ઘણી મહિલા પોલીસકર્મીઓને છેતરી છે, પરંતુ બરેલીની મહિલા કોન્સ્ટેબલની ફરિયાદના આધારે તેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને તેના મોબાઇલ ફોનમાં યુનિફોર્મમાં આરોપીના ઘણા ફોટોગ્રાફ્સ પણ મળ્યા છે, જે તેની છેતરપિંડીનો પર્દાફાશ કરે છે.


રાજન વર્માની ધરપકડ બાદ પોલીસે આ કેસની તપાસ શરૂ કરી છે અને અન્ય પીડિત મહિલાઓનો પણ સંપર્ક કરવામાં આવી રહ્યો છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આરોપીએ હજુ કેટલા લોકોને પોતાનો શિકાર બનાવ્યા છે. આ કેસ બહાર આવતાં પોલીસ ડિપાર્ટમેન્ટમાં હડકંપ મચી ગયો છે. એક બે નહીં કહેવાય છે કે તેને એક સાથે 12 પોલીસકર્મીઓને પોતાનો શિકાર બનાવી છે.