કોણ છે આ પટલાણી? જેની મોદીથી લઈને યોગીને પણ છે ગરજ, જોજો પાછા આનંદીબેનની વાત નથી

Who is anupriya Patel : તમે જો આનંદીબેન પટેલ સમજતા હો તો ખોટા છે. મોદીથી લઈને યોગી સાથે કામ કરનાર આનંદીબેનનો આજે પણ વટ છે પણ અમે કાનપુરમાં જન્મેલા અનુપ્રિયા પટેલ અંગે વાત કરી રહ્યાં છે. જેઓ મિર્ઝાપુર સીટથી સાંસદ છે. ઉત્તર પ્રદેશમાં પેટાચૂંટણી પહેલાં અનુપ્રિયા યુપીની સીટો પર દાવો કરવાને કારણે ચર્ચામાં છે. મજબૂત વ્યક્તિત્વ ધરાવતી અનુપ્રિયા ઉચ્ચ શિક્ષિત છે.

કોણ છે અનુપ્રિયા પટેલ?

1/7
image

મોદીથી લઈને યોગી સુધી અનુપ્રિયા પટેલને ગરજ છે. અનુપ્રિયા પટેલ ઉત્તર પ્રદેશના એક કુશળ રાજકારણી છે, જેઓ તેજ તર્રાર તેવર માટે પણ જાણીતા છે. મિર્ઝાપુરના સાંસદ અનુપ્રિયા રાજ્યકક્ષાના મંત્રી રહી ચૂક્યા છે. તો જાણી લો અહીં તેમની તેની શૈક્ષણિક લાયકાત...

બોટનીમાં થયેલા છે સ્નાતક

2/7
image

અનુપ્રિયા પટેલે બનારસ હિંદુ યુનિવર્સિટી (BHU), સંલગ્ન વસંત કન્યા મહાવિદ્યાલયમાંથી બોટની સાયન્સમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે.

મનોવિજ્ઞાનમાં માસ્ટર ડિગ્રી

3/7
image

અનુપ્રિયા પટેલે આ સિવાય દિલ્હી યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી મનોવિજ્ઞાનમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી.

MBA પણ કર્યું

4/7
image

અનુપ્રિયાએ પોતાનો અભ્યાસ આટલેથી અટકાવ્યો નથી. તેમણે કાનપુરની છત્રપતિ શાહુજી મહારાજ યુનિવર્સિટીમાંથી હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટમાં MBA કરીને મેનેજરિયલ સ્કિલ પણ શીખ્યા છે.

રાજકારણમાં પગ મૂક્યો

5/7
image

અનુપ્રિયા પટેલે અભ્યાસ પૂર્ણ કર્યા પછી રાજકારણમાં પ્રવેશ કર્યો અને અપના દળ (સોનેલાલ) પાર્ટી સાથે પોતાની કારકીર્દીની શરૂઆત કરી, જેના સ્થાપક તેના પિતા સોનેલાલ પટેલ છે.

મિર્ઝાપુરથી સાંસદ બન્યા

6/7
image

2014માં તેઓ ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર મતવિસ્તારમાંથી લોકસભા માટે ચૂંટાઈ આવ્યા હતા, જે રાષ્ટ્રીય રાજકારણમાં તેમની પ્રથમ ઇનિંગ હતી.  

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી

7/7
image

અનુપ્રિયા પટેલે 2016થી 2019 સુધી મોદી સરકારમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી તરીકે કામ કર્યું છે. જેઓનો આજે પણ ઉત્તર પ્રદેશના રાજકારણમાં દબદબો છે. જેઓ ભાજપની સહયોગી પાર્ટી છે.