બરેલી : આત્મશક્તિ મજબુત હોય તો કોઈ પણ મુશ્કેલીનો ઉકેલ શોધી શકાય છે. આ વાતનું ઉદાહરણ પુરુ પાડ્યું છે બરેલીની રાજકીય બાલિકા ઇન્ટર કોલેજમાં ભણી રહેલી વિદ્યાર્થીની સાફિયા જાવેદે. સાફિયા ઓક્સિજન સિલિન્ડર પહેરીને હાઇસ્કૂલની પરીક્ષા આપી  રહી છે. સાફિયા લાંબા સમયથી બીમાર છે અને ડોક્ટરે તેને 24 કલાક ઓક્સિજનના સહારે રહેવાની સલાહ આપી છે. સાફિયા જાવેદ છેલ્લા પાંચ વર્ષથી આ બીમારી સામે લડી રહી છે જેના કારણે તેને ફેફસાંની બીમારીની સાથે ટીબી પણ થઈ ગયો છે. સાફિયાના ફેફસાં નબળા થઈ ગયા હોવાના કારણે તે યોગ્ય રીતે શ્વાસ નથી લઈ શકતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકાના મોંઘેરા મહેમાનના આગમન પહેલા પીએમ મોદીએ કરી ટ્વિટ, કહ્યું કે...


સાફિયા જાવેદનો ઇલાજ કરનાર ડોક્ટર્સે તેને 24 કલાક ઓક્સિજન પર રહેવાની સલાહ આપી છે. હાઇ સ્કૂલની વિદ્યાર્થીની સાફિયાએ આ વર્ષે હાઇ સ્કૂલનું પ્રાઇવેટ ફોર્મ ભર્યું હતું. જોકે પરીક્ષા વખતે સાફિયાની તબિયત વધારે બગડી ગઈ પણ તેણે હાર ન માની. સાફિયાએ ઓક્સિજન સિલિન્ડરના સહારે પરીક્ષાખંડમાં ત્રણ કલાક બેસીને પરીક્ષા આપી. કોલેજ પ્રશાસને પણ સાફિયાની ઇચ્છાને માન આપીને તેને ઓક્સિજન સિલિન્ડર સાથે પરીક્ષા આપવાની પરવાનગી આપી છે. 


Namaste Trump : ભારતના બે દિવસીય પ્રવાસ માટે અમેરિકાથી રવાના થયા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ


સાફિયાએ પોતાના આ નિર્ણય પાછળનું કારણ જણાવતા કહ્યું છેકે તે કંઈક બનવા માગે છે અને તે બીમાર છે પણ માનસિક રીતે નબળી નથી. હાલમાં સાફિયા જાવેદ ઓક્સિજન સિલિન્ડરની મદદથી પરીક્ષા સારા માર્કે પાસ કરવા ઇચ્છે છે અને એ માટે તનતોડ મહેનત પણ કરી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...