અમેરિકાના મોંઘેરા મહેમાનના આગમન પહેલા પીએમ મોદીએ કરી ટ્વિટ, કહ્યું કે...
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ની ભારતની મુલાકાતને લઈને બંને દેશ બહુ જ ઉત્સાહિત છે. ટ્રમ્પ તો ભારત આવવા એટલા ઉત્સાહિત છે કે, આવવાના દસ દિવસ પહેલાથી તેઓ સતત ટ્વિટ કરીને પોતાનો ઉત્સાહ સમગ્ર વિશ્વને બતાવી રહ્યાં છે. ટ્રમ્પની આ મુલાકાત બંને દેશોની વચ્ચે બની રહેલા નવા સંબંધોને લઈને બહુ જ ખાસ બની રહેવાની છે. માનવામાં આવી રહ્યું છે કે, વડાપ્રધાન મોદી (PM Narendra Modi) ખુદ પોતાના આ મિત્રને રિસીવ કરવા માટે એરપોર્ટ જશે. એરપોર્ટ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. મેજર સુભાષની આગેવાનીમાં જવાન ટ્રમ્પનું સન્માન કરાશે.
India awaits your arrival @POTUS @realDonaldTrump!
Your visit is definitely going to further strengthen the friendship between our nations.
See you very soon in Ahmedabad. https://t.co/dNPInPg03i
— Narendra Modi (@narendramodi) February 24, 2020
કહેવાય છે કે, પીએમ મોદી ડોનાલ્ડ ટ્રમ્પને રિસીવ કરવા માટે દિલ્હીથી રવાના થઈ ચૂક્યા છે. બીજી તરફ, સવારે પીએમ મોદીએ ટ્વિટ કરી છે કે, તમારા આગમનની ભારત રાહ જોઈ રહ્યું છે. તમારી આ મુલાકાત બંને દેશોના સંબંધોને મજબૂત કરશે. તમને અમદાવાદમાં વહેલા જ મળીશું.
અમદાવાદમાં ક્યારેય જોવા મળ્યો ન હોય તેવો નજારો હાલ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં એરપોર્ટ સર્કલ પર ગરબા ડાન્સર્સનું એક ગ્રૂપ પરફોર્મ કરી રહ્યું છે. આ ગ્રૂપના આર્ટિસ્ટ રોડ શો દરમિયાન પણ પરફોર્મ કરશે.
અમદાવાદના સાબરમતી આશ્રમમાં ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો છે. અમદાવાદના મોટેરા સ્ટેડિયમની બહાર 16 જગ્યાઓ પર પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. જગ્યા જગ્યા પર પાણીના સ્ટોલ લગાવવામાં આવ્યા છે. દરેક સ્ટોલ પર 3 લોકોનો સ્ટાફ મૂકવામાં આવ્યો છે.
અમદાવાદના મોટેરા સ્ટેડિયમની બહાર ધીરે ધીરે લોકો એકઠા થવાની શરૂઆત થઈ ગઈ છે. અહીં મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરાયા છે. આ વચ્ચે પીએમ મોદી અમદાવાદ આવવા માટે રવાના થયા છે. તેઓ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે રોડ શો કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે