Cyclone Tauktae Rescue: `બાર્જ P-305` જહાજમાંથી નૌસેનાને મળ્યા 22 મૃતદેહ, હજુ 65 લાપતા, 186ને બચાવાયા
Barge P305 Rescue Update: નૌસેનાએ અત્યાર સુધી જહાજમાં ફસાયેલા 186 લોકોને બચાવી લીધા છે. જ્યારે 22 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. રેસ્ક્યૂ ઓપરેશન હજુ ચાલી રહ્યું છે.
મુંબઈઃ અરબ સાગરમાં આવેલા તોફાન તાઉ-તે (Cyclone Tauktae) બાદ સમુદ્રમાં ફસાયેલા P-305 જહાજનું રેસ્ક્યૂ ઓપરેશન હજુ ચાલી રહ્યું છે. ભારતીય નૌસેનાએ (Indian Navy)જહાજમાં ફસાયેલા 273 લોકોમાંથી 186ને સુરક્ષિત બચાવી લીધા છે, જ્યારે 22 લોકોના મૃતદેહ મળી આવ્યા છે, તો 65 લોકો હડુ લાપતા છે.
અમે હજુ સુધી આશા છોડી નથી
નૌસેનાના એક અધિકારીએ બુધવારે જણાવ્યુ કે, બજરા જહાજ ચક્રાવતને કારણે મુંબઈના કિનારાથી થોડે દૂર સમુદ્રમાં ફસાયું અને ડૂબી ગયું. ત્યારથી હવામાન ખરાબ છે, પરંતુ ત્યારબાજ જવાનોએ બજરે P-305 પર હાજર 273માંથી 186 લોકોને બચાવી લીધા છે. તેમાંથી બે લોકોને ઠગબોટ વારપ્રદાથી બચાવી લેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે બચાવ અને સર્ચ ઓપરેશન હજુ ચાલી રહ્યું છે અને લોકોને કિનારા સુધી સુરક્ષિત લાવવાની આશા અમે હજુ સુધી છોડી નથી. પરંતુ લોકોના સુરક્ષિત મળવાની આશા સમય પસાર થવાની સાથે ઓછી થઈ રહી છે.
આ પણ વાંચોઃ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધા બાદ કોરોના સંક્રમિત થનાર વ્યક્તિને 3 મહિના બાદ લાગશે બીજો ડોઝઃ કેન્દ્ર
હેલીકોપ્ટરોની મદદથી ચલાવવામાં આવી રહ્યું છે અભિયાન
નૌસેનાના એક પ્રવક્તાએ જણાવ્યુ કે, બે અન્ય બજરો તથા એક ઓયલ રિગ પર હાજર બધા લોકો સુરક્ષિત છે. અધિકારીઓએ જણાવ્યું કે, બજરે એસએસ-3 પર રહેલા 196 લોકો અને ઓયલ રિગ સાગર ભૂષણ પર હાજર 101 લોકો સુરક્ષિત છે. ઓએનજીસી તથા એસસીઆઈના સબમરીન દ્વારા તેને સુરક્ષિત કિનારે લાવવામાં આવી રહ્યાં છે. બચાવ તથા રાહત કાર્યોમાં મદદ માટે ક્ષેત્રમાં આીએનએસ તલવાર પણ તૈનાત છે. આ સિવાય આઈએનએસ તેગ, આઈએનએસ બેતવા, આઈએનએસ વ્યાસ, પી81 વિમાન અને હેલિકોપ્ટરોનીવ મદદથી સર્ચ અને બચાવ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
4 દાયકામાં સૌથી પડકારજનક સર્ચ ઓપરેશન
નૌસેનાના એક અધિકારીએ જણાવ્યું કે, 707 કર્મીઓની સાથે 3 બજરે અને એક ઓયલ રિગ સોમવારે સમુદ્રમાં ફસાયું હતું. તેમાંથી 273 લોકોની સાથે પી305 બજરા, 137 કર્મીઓની સાથે જીએેએલ કન્સ્ટ્રક્ટર અને એસએસ-3 બજરા સામેલ છે. જેમાં 196 કર્મીઓ હાજર હતા. સાથે સાગર ભૂષણ ઓયલ રિગ પણ સમુદ્રમાં ફસાયું હતું, જેમાં 101 કર્મી હાજર હતા. નૌસેનાના ઉપ પ્રમુખ વાઇસ એડમિરલ મુરલીધર સદાશિવ પવારે કહ્યુ કે, છેલ્લા 4 દાયકામાં સર્વાધિક પડકારજનત સર્ચ અને બચાવ અભિયાન છે.
દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube