વેક્સિનનો પ્રથમ ડોઝ લીધા બાદ કોરોના સંક્રમિત થનાર વ્યક્તિને 3 મહિના બાદ લાગશે બીજો ડોઝઃ કેન્દ્ર

NEGVAC એ ભલામણ કરી હતી કે કોરોના મહામારીથી રિકવરીના ત્રણ મહિના બાદ દર્દીઓને વેક્સિન લાગશે. હવે આ ભલામણને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મંજૂર કરી લીધી છે. 
 

વેક્સિનનો પ્રથમ ડોઝ લીધા બાદ કોરોના સંક્રમિત થનાર વ્યક્તિને 3 મહિના બાદ લાગશે બીજો ડોઝઃ કેન્દ્ર

નવી દિલ્હીઃ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેરાત કરી છે કે રસીકરણનો પ્રથમ ડોઝ લીધા બાદ કોરોનાથી સંક્રમિત વ્યક્તિઓને કોવિડ-19 બીમારીથી ક્લિનિકલ રિકવરી બાદ બીજા ડોઝને 3 મહિના માટે ટાળી દેવામાં આવશે. એટલે કે જો કોઈ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધા બાદ સંક્રમિત થાય છે તો તેને કોરોનાથી સાજા થયાના ત્રણ મહિના સુધી બીજો ડોઝ મળશે નહીં. 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, કોવિડ-19 (NEGVAC) માટે વેક્સિન પ્રશાસન પર રાષ્ટ્રીય નિષ્ણાંત સમૂહની નવી ભલામણોનો સ્વીકાર કરી લેવામાં આવ્યો છે અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને જાણ કરી દેવામાં આવી છે. નવી ભલામણ અનુસાર બીમારીથી સાજા થયા બાદ કોવિડ-19 રસીકરણને ત્રણ મહિના સુધી ટાળી દેવામાં આવશે.

— ANI (@ANI) May 19, 2021

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, પ્રથમ ડોઝ બાદ સંક્રમિત થવા પર બીજા ડોઝને કોવિડ-19થી ક્લિનિકલ રિકવરી બાદ 3 મહિના માટે ટાળી દેવામાં આવશે. હોસ્પિટલમાં દાખલ કે આઈસીયૂની જરૂરીયાતવાળા કોઈ અન્ય ગંભીર બીમારીવાળા વ્યક્તિએ રસી લગાવતા પહેલા 4-9 સપ્તાહ સુધી રાહ જોવી પડશે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તે પણ કહ્યું કે, કોઈ વ્યક્તિ વેક્સિન લગાવ્યા કે કોરોના પીડિત થવા પર RT-PCR નેગેટિવ રિપોર્ટ આવ્યાના 14 દિવસ બાદ રક્તદાન કરી શકે છે. સ્તનપાન કરાવતી મહિલાઓ માટે રસીકરણની ભલામણ કરવામાં આવી છે. રસીકરણ પહેલા રેપિડ એન્ટીજન ટેસ્ટ દ્વારા વેક્સિન પ્રાપ્તકર્તાની સ્ક્રીનિંગની કોઈ જરૂરીયાત નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news