Youngest Woman MLA: પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓના પરિણામો આવી ચુક્યા છે. જેમાં ભાજપે પાંચમાંથી ત્રણ રાજ્યોમાં જીત હાંસલ કરી છે. જોકે, હારજીત અને રાજનીતિના આ દંગલમાં સૌથી વધારે ચર્ચા થઈ રહી છે એક છોકરીની. કોણ છે એ છોકરી અને કેમ થઈ રહી છે તેની આટલી બધી ચર્ચા, કેમ સોશિયલ મીડિયા પર તેના દિવાના થયા છે લાખો લોકો જાણીએ આ અહેવાલમાં...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ  ગુજરાતનું આ સ્થળ જેટલું સુંદર છે એટલું જ ખતરનાક, અહીં એકાંત માણવા આવે છે પ્રેમીઓ
આ પણ ખાસ વાંચોઃ  જો એ દિવસે કુતરા સામે સસલું ના લડ્યું હોત તો...આજે અમદાવાદ ના હોત! જાણો છો આ કહાની?
આ પણ ખાસ વાંચોઃ  અમદાવાદનો કિલ્લો સવારે બનતો અને રાત્રે તૂટી જતો, બાદશાહ સામે બાબા કાંચની બોટલમાં ગયા


અમે વાત કરી રહ્યાં છીએ મિઝોરમ વિધાનસભામાં ચૂંટાઈ આવેલાં સૌથી નાની ઉંમરના સૌથી યુવા મહિલા MLA ની. બરિલ વન્નીહસાંગી ચૂંટણી જીતીને મિઝોરમના સૌથી યુવા ધારાસભ્ય બન્યા છે. જોરમ પીપલ્સ મૂવમેન્ટ (ZPM) સાથે જોડાયેલા બારીલ સોશિયલ મીડિયા પર પણ ખૂબ પ્રખ્યાત છે. તમને જણાવી દઈએ કે વન્નીહસાંગીએ આઈઝોલ દક્ષિણ-III મતવિસ્તારથી ઉમેદવારી નોંધાવી હતી. જ્યાં તેને જનતાનો પ્રેમ મળ્યો હતો. તેમણે મિઝો નેશનલ ફ્રન્ટ (MNF) સભ્યને હરાવ્યા જેમણે બારિલ સામે ચૂંટણી લડી હતી અને 1,414 મતોથી જીત મેળવી હતી. બરિલ માત્ર 32 વર્ષની છે, તેને ટીવી પ્રેઝન્ટર અને એન્કર તરીકે કામ કરવાનો અનુભવ પણ છે. તેમણે ZPM સાથે રાજ્યના રાજકારણમાં પ્રવેશ કર્યો છે.


આ પણ ખાસ વાંચોઃ  ભારતને મળી ગયો હવામાં સ્પિન કરાવતો જાદુગર બોલર, T20 વર્લ્ડ કપમાં જગ્યા પાક્કી!
આ પણ ખાસ વાંચોઃ  આ ગુજરાતી ક્રિકેટરની સામે છે બધા ફેલ! બોલિંગ, બેટિંગ અને ફિલ્ડિંગ દરેકમાં છે એક્કો!
આ પણ ખાસ વાંચોઃ  એક જ દિવસમાં 11 ખતરનાક ખેલાડીઓનો જન્મદિવસ! 4 તો હજુ પણ ટીમ ઈન્ડિયામાં રમે છે


બારીલની ઈન્સ્ટાગ્રામ પર ઘણી મોટી ફેન ફોલોઈંગ છે. બારીલે રેડિયો જોકી તરીકે પણ કામ કર્યું છે. ચૂંટણી જીતીને બરિલ વન્નીહસાંગી મિઝોરમના સૌથી યુવા ધારાસભ્ય બન્યા છે. નોંધનીય છે કે જોરમ પીપલ્સ મૂવમેન્ટ રાજ્યની સૌથી નવી પાર્ટી છે જે 40 માંથી 27 વિધાનસભા બેઠકો જીતીને સરકાર બનાવવા જઈ રહી છે. બરિલ વન્નીહસાંગીને ઈન્સ્ટાગ્રામ પર 2.52 લાખ લોકો ફોલો કરે છે. મિઝોરમ એસેમ્બલીમાં ત્રણ મહિલાઓને જાહેર પ્રેમ મળ્યો છે, જેમાંથી બરિલ વન્નીહસાંગી એક છે. મિઝોરમ ચૂંટણીના પરિણામો બહાર આવ્યા પછી, બેરિલે લિંગ સમાનતા વિશે વાત કરી અને તમામ મહિલાઓને પોતાની અંદર જુસ્સો વિકસાવવા વિનંતી કરી.


​આ પણ ખાસ વાંચોઃ  નહીં કરું રેપ સીન, આ તો મારી બહેન થાય છે : જાણો છો કયા વિલને પાડી હતી ચોખ્ખી ના
આ પણ ખાસ વાંચોઃ  એક સમયે હીરોથી વધુ કમાણી, સૌથી મોંઘી કાર.. દિગ્ગજો પણ કરતા આ બાળ કલાકારના વખાણ
​આ પણ ખાસ વાંચોઃ  કેમ ગુજરાતની આ જગ્યાએ કરવામાં આવ્યું રામાયણનું શૂટિંગ? ફરી ધ્યાનથી જોજો દરેક સીન


મહિલાઓની તરફેણમાં બોલતા બરિલ વન્નીહસાંગીએ જણાવ્યું હતું કે મહિલા તરીકે અમે જે પણ કરવા માગીએ છીએ અથવા અમને જે કરવાનું ગમે છે તે કરવા માટે અમે સ્વતંત્ર છીએ. આપણી લિંગ ઓળખ આપણને કંઈ કરતા રોકતી નથી. મીડિયા સાથે વાત કરતા યુવા ધારાસભ્યએ કહ્યું કે તમે ગમે તે જ્ઞાતિ કે સમુદાયમાંથી આવો, તે તમને જે કરવા માંગો છો તે કરતા ક્યારેય રોકતા નથી. બરિલ વેન્નીહસાંગીએ નોર્થ ઈસ્ટર્ન હિલ યુનિવર્સિટીમાંથી માસ્ટર ઓફ આર્ટ્સની ડિગ્રી મેળવી છે. ધારાસભ્ય બનતા પહેલા તે આઈઝોલ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કાઉન્સિલર તરીકે કામ કરી ચૂકી છે.


આ પણ ખાસ વાંચોઃ  ગુજરાતમાં અહીં 7 અજાયબીઓ સાથે છે જંગલ સફારી, એડવેન્ચર, વોટર પાર્ક...બીજું ઘણું બધુ
આ પણ ખાસ વાંચોઃ  ગુજરાતના આ ચમત્કારી મંદિરના દર્શનથી પુરી થાય છે મનોકામના, હાજરાહજુર છે બજરંગબલી

આ પણ ખાસ વાંચોઃ  1001 શિવલિંગ સાથે ગુજરાતનું છે આ ચમત્કારિક મંદિર, સ્વયં પ્રગટ થયા છે ભૂતનાથ મહાદેવ