નવી દિલ્હી : પ્રખ્યાત ફુટવેર કંપની(Footwear Company) બાટા (Bata) ની કમાન હવે પહેલીવાર કોઇ ભારતીયના હાથમાં આવી છે. સંદીપ કટારિયાને (Sandeep Kataria) બાટા ગ્લોબલના સીઇઓ (Bata Global CEO) નિયુક્ત કરવામાં આવ્યા છે. આ અગાઉ પણ બાટા ઇન્ડિયાના (Bata India CEO)ના તેમને કંપનીના Global CEO તરીકે બઢતી આપવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Rajdhani, Shatabdi Express સહિત અનેક ટ્રેનોના ટાઈમ આજથી બદલાયા, આ રહ્યું નવું Time Table

સંદીપ કટારિયા બન્યા બાટાના બોસ
સંદીપ કટારિયાને તત્કાલ પ્રભાવથી બાટાના ગ્લોબલ સીઇઓ બનાવવામાં આવ્યા છે. આ નિયુક્ત એટલા માટે ખાસ બની જાય છે કારણ કે બાટાના 126 વર્ષાં ઇતિહાસમાં પહેલીવાર સંદીપ કટારિયા તરીકે એક ભારતીયને આ પદ પર ચુંટવામાં આવ્યા છે. સંદીપ કટારિયા એલેક્સિસ નસાર્ડને (Alexis Nasard) રિપ્લેસ કરશે. જે આશરે 5 વર્ષથી આ પદ પર હતા. કટારિયાએ બાટા ઇન્ડિયાને 2017માં CEO તરીકે જોઇન કર્યા હતા. 


Indian Navy ની તાકાત વધી, એન્ટી શિપ મિસાઈલ Brahmos નું સફળ પરીક્ષણ

24 વર્ષ લાંબો અનુભવ
આ અગાઉ તેમણે Unilever, Yum Brands અને Vodafone જેવી મોટી કંપનીઓમાં 24 વર્ષ સુધી પોતાની સેવાઓ આપી ચુક્યા છે. IIT દિલ્હીથી એન્જીનિયરિંગ કરનારા સંદીપ કટારિયા 1993નાં  PGDBM XLRI બેંચમાં ગોલ્ડ મેડલ વિજેતા છે. સંદીપ કટારિયાને સત્ય નડેલા (Satya Nadella) અને સુંદર પિચાઇ (Sundar Pichai) ના રેંકમાં સ્થાન પ્રાપ્ત કરી ચુક્યા છે. વર્લ્ડની કેટલીક એવી લીડિંગ કંપનીઓ છે જેને ભારતના લોકો લીડ રન કરે છે. સત્ય નડેલા પ્રસિદ્ધ કમ્પ્યુટર કંપની માઇક્રોસોફ્ટ (Microsoft) ના સીઇઓ છે અને સુંદર પિચાઇ આલ્ફાબેટના સીઇઓ છે. 


અભિનેત્રી ઉર્મિલા માર્તોંડકરે શિવસેના જોઈન કરી, માતોશ્રીમાં કર્યું આ કામ

2017માં જ્યારે સંદીપ કટારિયાએ બાટા ઇન્ડિયામાં સીઇઓ તરીકે પગલું ભર્યું છે. ત્યાર બાદ તેમના નેતૃત્વમાં બાટા ઇન્ડિયાએ પોતાની કમાણી બમણી તઇ ચુકી હતી. બાટાએ પોતાનું ધ્યાન ખાસ કરીને યંગ ગ્રાહકો પર કેન્દ્રીત કર્યું છે. તેમણે 'Surprisingly Bata' જેવા કેમ્પેઇનથી બાટાની છબી બદલવાનો પ્રયાસ કર્યો. 2019-20માં બાટા ઇન્ડિયાની રેવન્યુ 3053 કરોડ રૂપિયા અને નેટ પ્રોફિટ 327 કરોડ રૂપિયા હતું. પોતાની આ પ્રગતિ પર તેમણે કહ્યું કે, હું બાટાની સફળતાથી સન્માનિત અનુભવી રહ્યો છું. બાટાના 120 વર્ષનાં વિશ્વનાં 'shoemakers' વાળા ગૌરવશાળી ઇતિહાસને વધારે ગૌરવશાળી બનાવવાની દિશામાં આગળ પણ કામ કરતો રહીશ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube