નવી દિલ્હીઃ બાટલા હાઉસ એન્કાઉન્ટર મામલામાં દિલ્લીની સાકેત કોર્ટે ઈન્ડિયન મુજાહિદ્દીનના આતંકી આરિઝ ખાનને મોતની સજા આપી હતી. જ્યારે, ગત 8મી માર્ચે સાકેત કોર્ટે તેને દોષી કરાર કર્યો હતો. આરિઝ ખાનને બાટલા હાઉસ એન્કાઉન્ટરમાં મરનાર ઈન્સપેક્ટર મોહન શર્માની હત્યાનો દોષી જાહેર કરવામાં આવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોર્ટે આરિઝ ખાનને આર્મ્સ એક્ટ અને IPCની ધારા 302, 307 મુજબ દોષી જાહેર કરવામાં આવ્યો હતો. 2008માં થયેલા બાટાલ હાઉસ એન્કાઉન્ટર બાદ આરિઝ ફરાર હતો અને 2018માં તેને નેપાળથી પકડવામાં આવ્યો હતો. 


જાણો સમગ્ર ઘટનાક્રમ
19 સપ્ટેમ્બર 2008

દિલ્લીના જામીયા વિસ્તારમાં આવેલા બાટલા હાઉસના L-18 મકાનમાં એક એન્કાઉનટર થયું હતું. દિલ્લી સિરીયલ બ્લાસ્ટમાં 30 લોકોના મોત થયા હતા. બ્લાસ્ટના 6 દિવસ પછી દિલ્લી પોલીસના સ્પેશિયલ સેલ અને ઈન્ડિયન મુજાહિદ્દીનના લોકો વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. જેમાં, ઈન્સપેક્ટર મોહન ચંદ શર્માને 3 ગોળીઓ વાગી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યું નિપજ્યું હતું. આરિઝ ખાન, શહજાદ અને જુનૈદ બચીને ભાગી છુંટ્યા હતા. જ્યારે, 2 સંદિગ્ધ આતંકી આતિફ અમીન અને મોહમ્મદ સાજિદનું એન્કાઉન્ટરમાં મોત થયું હતું. ત્યારે, મોહમ્મદ સૈફ નામના સંદિગ્ધે આત્મસમર્પણ કર્યું હતું.


આ પણ વાંચોઃ Batla House કેસમાં આતંકી આરિઝને ફાંસી, દિલ્હીની સાકેત કોર્ટનો ચુકાદો  


1 જાન્યુઆરી 2010
શહજાદ નામના આંતકીની ઉત્તર પ્રદેશમાંથી ધરપકડ કરવામાં આવી. શહજાદની આજમગઢથી ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે, તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાકે, તેની પાસેથી 2 .30 બોર પિસ્ટોલ અને 1 AK સિરીઝની રાઈફલ મળી આવી હતી.


એપ્રિલ 2010
દિલ્લીની એક કોર્ટે આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાં કહેવામાં આવ્યું કે 13 સપ્ટેમ્બર 2008એ થયેલી મુઠભેડ કરોલ બાગ, કનોટ પ્લેસ, ગ્રેટર કૈલાશ અને ઈન્ડિયા ગેટ પર થયેલા સીરિયલ બ્લાસ્ટની તપાસનો ભાગ હતો. અને જુનૈદને તેમાં અપરાધી ઘોષિત કરવામાં આવ્યો હતો.


15 ફેબ્રુઆરી 2011
કોર્ટે ભારતીય દંડ સંહિતા મુજબ હત્યા, હત્યાના પ્રયાસ, ષડયંત્ર અને વિભિન્ન અન્ય ક્લમો માટે શહેજાદની સામે આરોપ લગાવામાં આવ્યા હતા.


આ પણ વાંચોઃ LG ની શક્તિઓ વધારનાર બિલ લોકસભામાં રજૂ, અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર પર કર્યો હુમલો
 
જુલાઈ 2013
કોર્ટે આ કેસમાં 20 જુલાઈએ પોતાનો ફેંસલો સુરક્ષિત રાખ્યો હતો. જ્યારે, 25 જુલાઈના રોજ ઈન્સપેક્ટર મોહન ચંદન શર્માની હત્યા અને અન્ય પોલિસ કર્મીઓ પર જાનલેવા હુમલા માટે દોષી જાહેર કર્યો હતો. 30 જુલાઈએ શહજાદને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી.


13 ફેબ્રુઆરી 2018
આતંકી આરિઝ ખાનની ભારત અને નેપાળ વચ્ચે આવેલી બનબસા સીમા પર ધરપકડ કરવામાં આવી હતી. 2008માં ફરાર થયા બાદ આરિઝે નેપાલમાં રેસ્ટોરાં ખોલી હતી. આરિઝ નક્લી પાસપોર્ટ બનાવીને નેપાળમાં સલીમના નામનથી રહેતો હતો. નેપાળમાં તે રિયાઝ ભટકલના સંર્પકમાં આવ્યો હતો અને જેના કારણે તે ઈન્ડિયન મુજાહિદ્દીન સાથે ફરી એક્ટિવ થયું હતો. 2014માં તે સાઉદી અરેબિયા ગયો હતો અને 2017માં ત્યાંથી પરત નેપાળ આવ્યો હતો. તે ભારત 13 ફેબ્રુઆરીના રોજ ભારતમાં આવી રહ્યો હતો. જ્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી.


આ પણ વાંચોઃ Antilia Case: NIA ની ધરપકડ બાદ મુંબઈ પોલીસની મોટી કાર્યવાહી, સચિન વાઝેને કર્યા સસ્પેન્ડ  


8 માર્ચ 2021
દિલ્લીની સાકેત કોર્ટે ઈન્ડિયન મુજાહિદ્દીનના આતંકી આરિઝ ખાનને દોષી કરાર કર્યો અને તેની સજાના એલાનની તારીખ 15 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી.


15 માર્ચ 2021
બાટલા એનકાઉન્ટર કેસમાં આરિઝ ખાનને ફાંસીની સજા સંભળાવવામાં આવી. કોર્ટે તેને 'RAREST OF THE RARE' કેસ માન્યો. એડિશનલ સેશન્સ જજ સંદીપ યાદવે સજા સંભળાવી. પોલીસે આતંકવાદી સંગઠન ઈન્ડિયન મુજાહિદ્દીન સાથે કથિત રીતે જોડાયેલા ખાનને મોતની સજા આપવાની વિનંતી કરી હતી. જ્યારે, આરિઝ ખાનના વકીલે મૃત્યુદંડનો વિરોધ કર્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube