દેહરાદૂનઃ ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા શ્રમિકોને બહાર કાઢવા માટે હવે સૌથી આશાસ્પદ પ્લાન પર કામ શરૂ કરાયું છે. આ પ્લાન છે ટનલની ઉપરથી વર્ટિકલ ડ્રીલિંગનો. રેસ્ક્યૂ ટીમને તેમાં સફળતા પણ મળી રહી છે. જો બધું આયોજન પ્રમાણે થશે તો ચાર દિવસમાં ડ્રીલિંગની કામગીરી પૂર્ણ કરાશે. જો કે આ પ્લાનના કેટલાક પડકારો પણ છે. આ દરમિયાન ફસાયેલા શ્રમિકો સુધી પહોંચતી રાહતસામગ્રીમાં વધારો થઈ રહ્યો છે. શ્રમિકો માટે લેન્ડલાઈન ફોનની  વ્યવસ્થા કરવામાં આવી છે. કેવી છે રેસ્ક્યૂની સમગ્ર કામગીરી, જોઈએ આ અહેવાલમાં..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉત્તરાખંડની સિલક્યારા ટનલમાં 41 શ્રમિકો ફસાયા તેને બે સપ્તાહનો સમય થઈ ગયો છે. જો કે હજુ સુધી તેમને બચાવવાનું ઓપરેશન ચાલી જ રહ્યું છે. 


અમેરિકાથી મંગાવેલી ઓગર મશીનને ડ્રીલિંગમાં નિષ્ફળતા મળતાં સમગ્ર ઓપરેશનની દિશા બદલવાની ફરજ પડી. હવે ટનલની ઉપરના પહાડોમાંથી વર્ટિકલ એટલે કે ઉભા ડ્રીલિંગની શરૂઆત કરાઈ છે...


ટનલમાં બે જગ્યાએ વર્ટિકલ ડ્રીલિંગ કરવામાં આવી રહ્યું છે, જ્યાંથી અનુક્રમે 8 ઈંચ અને 1.2 મીટરના વ્યાસની પાઈપલાઈન ટનલમાં પસાર કરવામાં આવશે...8 ઈંચની પાઈપલાઈન માટે 70થી 80 મીટર સુધી ડ્રીલિંગ કરીને કામગરી રોકી દેવાઈ છે. જ્યારે 1.2 મીટરના વ્યાસની પાઈપલાઈન માટે 20 મીટર સુધી ડ્રીલિંગ કરવામાં આવ્યું છે. જો કે હજુ 86 મીટર સુધી ડ્રીલિંગ કરવાનું છે. જેની કામગીરી 30 નવેમ્બર સુધી પૂરી થાય તેવી શક્યતા છે. 


આ પણ વાંચોઃ શું છે ચીનમાં ફેલાયેલી રહસ્યમય બીમારી? કેમ જાહેર કરી ગુજરાત સહિત અન્યો માટે એડવાઈઝરી


વર્ટિકલ ડ્રીલિંગનું કામ પણ સંયમ માગી લે તેવું છે.  થોડું ડ્રીલ કર્યા બાદ કાટમાળ દૂર કરવામાં આવશે ત્યારબાદ શ્રમિકો પાઈપલાઈન નાંખવાનો માર્ગ તૈયાર કરશે. મશીન પાઈપલાઈનને અંદરની તરફ ધકેલશે. આ સમગ્ર કામગીરી માટે વિદેશી નિષ્ણાતો પણ તૈનાત છે.


એક મશીન 45 મીટર સુધી ડ્રલ કરી શકે છે, તેથી બીજી મશીન પણ તૈનાત રાખવામાં આવી છે. આ મશીનોનો ઉપયોગ ડીપ સી એક્સપ્લોરેશન માટે કરવામાં આવે છે.


એક તરફ જ્યાં વર્ટિકલ ડ્રીલિંગની કામગીરી ચાલુ છે, ત્યાં બીજી તરફ ટનલની અંદર ફસાયેલા ઓગર મશીનના તૂટેલા ભાગ બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. આમ કરવું જરૂરી એટલા માટે છે કે વર્ટિકલ ડ્રીલિંગ દરમિયાન આ કાટમાળ નડી શકે છે. 


આ સાથે જ હવે શ્રમિકોને બચાવવાની એક નવી આશા જાગી છે. લોકો પ્રાર્થના કરી રહ્યા છે કે વર્ટિકલ ડ્રીલિંગ સફળ રહે અને શ્રમિકો જલ્દી બહાર આવે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube