Anil Antony Resign: કોંગ્રેસના દિગ્ગજ નેતા એ કે એન્ટોનીના પુત્ર અનિલ એન્ટોનીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ છે. અનિલ એન્ટોનીએ કોંગ્રેસને બીબીસીના પ્રોપગેન્ડામાં ન ફસાવાની સલાહ આપી હતી. ત્યારબાદ હવે તેમણે પાર્ટી છોડી છે. અનિલ એન્ટોનીનો આરોપ છે કે કદાચ પાર્ટીને તેમની સલાહ ગમી નથી. તેમના પર ટ્વીટ ડિલિટ કરવા માટે પણ દબાણ સર્જવામાં આવ્યું. ત્યારબાદ તેમણે રાજીનામું આપવાનો નિર્ણય લીધો. અત્રે જણાવવાનું કે રાજીનામાની જાણકારી આપતા અનિલ એન્ટોનીએ એક ટ્વીટ પણ કરી અને આરોપ લગાવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીબીસી ડોક્યુમેન્ટરી વિવાદ વચ્ચે રાજીનામું
અનિલ એન્ટોનીએ ટ્વીટ કરીને કહ્યું કે મે કોંગ્રેસમાંથી મારી જે કામગીરીઓ છે તેમાંથી રાજીનામું આપી દીધુ છે. ફ્રી સ્પીચ માટે લડનારાઓએ ટ્વીટ ડિલિટ કરવા માટે અસહિષ્ણુ કોલ કર્યા. મે ના પાડી દીધી. પ્રેમને પ્રોત્સાહન આપવાનું સમર્થન કરનારાઓએ નફરત/અપશબ્દોથી ફેસબુક વોલ ભરી નાખી. આ પાખંડ છે. 


BBC Documentary: હૈદરાબાદ યુનિવર્સિટીમાં યોજાયેલી PM મોદીની ડોક્યુમેન્ટ્રી પર હંગામો


જયા કિશોરીનું સાચું નામ તમે જાણો છો? લગ્ન માટે તેમણે મૂકી છે આ ખાસ શરત


18 વર્ષની ઉંમર પહેલા કરેલા લગ્ન રદ કરી શકાય નહીં, હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો


રાજીનામામાં લખી આ મહત્વની વાત
તેમણે રાજીનામા પત્રમાં એમ પણ લખ્યું કે હું મારા અન્ય પ્રોફેશનલ કામને આ નકારાત્મકતાથી પ્રભાવિત થયા વગર ચાલુ રાખવાનું પસંદ કરીશ. વિનાશકારી નરેટિવમાં સામેલ થવું નથી. આ ભારતના મૂળ હિતોની વિરુદ્ધમાં છે. મારો દ્રઢ વિશ્વાસ છે કે તે સમય સાથે ઈતિહાસના ડસ્ટબિનમાં સમાઈ જશે. અત્રે જણાવવાનું કે અનિલ એન્ટોનીનું કહેવું છે કે BBCના વિચારોને પ્રાથમિકતા આપવી ખૂબ જ ખતરનાક છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube