બેગૂસરાયઃ બિહારની હોટ સીટ બની ગયેલી બેગૂસરાયથી ભાજપના ઉમેદવાર ગિરિરાજ સિંહે પૂર્વ છાત્ર નેતા કન્હૈયા કુમારને કારમો પરાજય આપતા 3.5 લાખ મતથી જીત મેળવી છે. ગિરિરાજ સિંહે અહીં 56 ટકા કરતા વધુ મત હાસિલ કરી 5,74,671 મત મળવ્યા, જ્યારે લેફ્ટ ફ્રન્ટના સંયુક્ત ઉમેદવાર કન્હૈયા કુમારને 2,23,770 મત મળ્યા હતા. આરજેડીના તનવીર સહનને એક લાખ 65 હજાર મત મળ્યા હતા. અત્યાર સુધી પ્રાપ્ત જાણકારી પ્રમાણે ગિરિરાજ સિંહે બિહારની સૌથી મોટી જીત મેળવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે બેગૂસરાય સીટ પર મોટો રોમાંચક મુકાબલો જોવા મળ્યો હતો. ભૂમિહાર બહુમૂલ્ય આ સીટ પર ભાજરે ભાજપે તે જાતિમાંથી આવતા કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહને ઉતાર્યા તો સીપીઆઈએ યુવાઓને લલચાવવાના પ્રયત્નમાં ભૂમિહાર જાતિના કન્હૈયા કુમારને અહીં મોકલ્યા હતા. તનવીર હસન અને કન્હૈયા વચ્ચે મુસ્લિમ મતોના વિભાજનથી ગિરિરાજ સિંહને ફાયદાની આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી, જે યોગ્ય લાગી રહી છે. 



ઉલ્લેખનીય છે કે ગિરિરાજ સિંહ 2014માં નવાદા સીટ પરથી જીત્યા હતા અને આ વખતે પણ તેમને તે સીટ પરથી ઉમેદવારી કરવી હતી. પરંતુ ભાજપે તેમને નવાદાથી બેગૂસરાય મોકલી આપ્યા હતા.