Andra Pradesh: પિતા પ્રોફેસર, માતા આચાર્ય, સતયુગના ચક્કરમાં બે પુત્રીઓને ત્રિશુલથી મારી નાખી
Andra Pradesh Latest News: આંધ્ર પ્રદેશના ચિતુરમાં શિક્ષિત માતા-પિતાએ પોતાની બે પુત્રીઓની દૈવીય શક્તિના ચક્કરમાં હત્યા કરી દીધી. તેમણે પોતાના મિત્રને તેની જાણકારી આપી અને કહ્યું કે, થોડા સમયમાં જીવિત થઈ જશે.
અમરાવતીઃ આંધ્ર પ્રદેશના ચિતૂર જિલ્લા (Chittoor district) માં તંત્ર-મંત્રના ચક્કરમાં સનસનીખેજ ઘટના સામે આવી છે. ચિતૂર ગામમાં માતા-પિતાએ પોતાની બે પુત્રીઓની કથિત રીતે તે આશામાં હત્યા કરી દીધી કારણ કે કલિયુગ સતયુગમાં પરિવર્તિત થવાનો છે અને દૈવીય શક્તિ થોડી કલાકોમાં પરત જીવિત થઈ જશે. પોલીસે જણાવ્યું કે, યુવતીના માતા-પિતા બંન્ને શિક્ષિત છે, છતાં તેમણે આ પગલું કેમ ભર્યું? પોલીસ તેની તપાસ કરી રહી છે. પોલીસે બન્નેને કસ્ટડીમાં લઈ લીધા છે.
પોલીસે જણાવ્યું કે, યુવતીઓના પિતાએ રવિવારે રાત્રે પોતાની પુત્રીઓની હત્યા કર્યા બાદ ખુદ પોતાના એક સહકર્મીને ફોન કરી તેની જાણકારી આપી હતી. ત્યારબાદ ડરેલા સહકર્મીએ તત્કાલ પોલીસ (Police) ને ઘટનાની જાણકારી આપી હતી. પોલીસ સ્થળ પર પહોંચી તો દંપતિ બેભાન સ્થિતિમાં હતું. પોલીસને શંકા છે કે પવિવાર થોડા સમયથી કોઈ રહસ્યમય ગતિવિધિઓમાં સામેલ હતો.
આ પણ વાંચોઃ Remote Voting Project: દેશમાં ગમે ત્યાં કરી શકાશે મતદાન, ચૂંટણી પંચ આ યોજના પર કરી રહ્યું છે કામ
માતાએ કરી બન્ને પુત્રીઓની હત્યા
મદનપલ્લીના ડીએસપી રવિ મનોહરચારી અનુસાર, માતાએ બન્ને યુવતીઓની હત્યા કરી. એક પુત્રીની હત્યા પહેલા તેનું મુંડન પણ કરવામાં આવ્યું હતું. પિતા ત્યાં ઉભીને બધુ જોઈ રહ્યા હતા અને માતાએ કથિત હત્યા કરી છે. તેમના અનુસાર નાની પુત્રીને પહેલા ત્રિશુલથી મારવામાં આવી અને પછી મોટી પુત્રીની ડંબલથી હત્યા કરવામાં આવી.
પિતા સરકારી કોલેજમાં વાઇસ પ્રિન્સિપલ તો માતા સ્કૂલમાં છે પ્રિન્સિપલ
પોલીસના સૂત્રોએ જણાવ્યું કે, દંપતિની યોજના ખુદને માનવાની હતી પણ પોલીસકર્મી સમયસર ત્યાં પહોંચી ગયા. વી પુરૂષોતમ નાયડૂ (એમ.એમસી, પીએચડી) મદનપલ્લીમાં સરકારી મહિલા ડિગ્રી કોલેજમાં એસોસિએટ પ્રોફેસર છે. તેઓ કોલેજના વાઇસ પ્રિન્સિપલ પણ છે. તો તેમના પત્ની પોસ્ટ ગ્રેજ્યુએશન અને ગોલ્ડ મેડલ વિજેતા છે, જે એક સ્થાનીક ખાનગી શાળાના પ્રિન્સિપલ છે.
લૉકડાઉનમાં ઘરે રહેતી હતી પુત્રીઓ
તેમની મોટી પુત્રી એલિકખ્યા (27) ભોપાલમાં પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરી રહી હતી અને નાની પુત્રી સાઈ દિવ્યા (22) એ. આર. રહમાનના કેએમ સંગીત સંરક્ષિકામાં એક વોર્ડ હતી. કોરોના વાયરસને ધ્યાનમાં રાખી લાગેલા લૉકડાઉન બાદ બન્ને પુત્રીઓ માતા-પિતાની પાસે રહેતી હતી.
આ પણ વાંચોઃ Adventure થી ભરપૂર ટ્રેકિંગની આ જગ્યાઓએ એક વાર ચોક્કસ જવું જોઈએ
પિતાએ કહ્યુ- એક દિવસ રાહ જુઓ, જીવિત થઈ જશે પુત્રીઓ
ડીએસપીએ કહ્યુ કે, માતા-પિતાએ તેમને કહ્યુ કે, એક દિવસ રાહ જુઓ, તેમની પુત્રીઓ જીવતી થઈ જશે. મનોહરચારીએ જણાવ્યું કે, પરિવાર સુશિક્ષિત હતો અને ચોંકાવનારી વાત છે કે તેમણે આ પગલુ ભર્યું. પોલીસે દંપતિને કસ્ટડીમાં લઈ પૂછપરછ શરૂ કરી છે.
મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા
તો ફોરેન્સિક ટીમ આસપાસના કેમેરાના ફુટેજની તપાસ કરી તે જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શું પરિવાર સિવાય કોઈ અન્ય આ ઘટનામાં સામેલ હતું. તેમણે કહ્યું કે, મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે અને ઘટનાની તપાસ ચાલી રહી છે.
વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube