કોલકાતા: મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) એ આજે હલ્દિયામાં પોતાનું નામાંકન દાખલ કર્યું. તેઓ નંદીગ્રામ (Nandigram) થી વિધાનસભા ચૂંટણી લડી રહ્યા છે. હલ્દિયામાં નામાંકન દાખલ કર્યા બાદ મમતા બેનર્જીએ કહ્યું કે નંદીગ્રામ મારા માટે નવું નથી. મેં હંમેશા નંદીગ્રામ આંદોલન માટે સાથ આપ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મમતા બેનર્જી (Mamata Banerjee) એ વધુમાં કહ્યું કે મારી ઈચ્છા હતી કે નંદીગ્રામ કે સિંગુરથી ચૂંટણી લડું. નંદીગ્રામ એ જગ્યા છે જ્યાંથી આંદોલન શરૂ થયું. નંદીગ્રામનો એક સંગ્રામ પણ છે. હું સ્ટ્રીટ ફાઈટર હતી, સ્ટ્રીટ ફાઈટર છું અને સ્ટ્રીટ ફાઈટર રહીશ. હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તિ બધાને હું પ્રેમ કરું છું. આ સાથે જ તેમણે કહ્યું કે તેઓ આવતી કાલે એટલે કે 11 માર્ચે પાર્ટીનું ઘોષણાપત્ર બહાર પાડશે. હલ્દિયામાં ઉમેદવારી નોંધાવતા પહેલા તેમણે રોડ શો કર્યો. 


શિવ મંદિરમાં કરી પૂજા
મમતા બેનર્જી (Mamata Banerjee) એ હલ્દિયામાં નંદીગ્રામ  (Nandigram) માટે ઉમેદવારી નોંધાવી તે પહેલા શિવ મંદિરમાં પૂજા પણ કરી. અત્રે જણાવવાનું કે બંગાળમાં ચૂંટણી પ્રચાર માટે તૃણમૂલ કોંગ્રેસ માટે સ્લોગન છે બાંગ્લા નિજેર મેકેઈ ચાઈ એટલે કે બંગાળ પોતાની પુત્રી ઈચ્છે છે. આ બાજુ હવે ભાજપ પણ નંદીગ્રામમાં આક્રમક બન્યો છે અને મમતા બેનર્જીની મુલાકાત પહેલા કેટલાક પોસ્ટર લગાવ્યા. જેમાં લખ્યું છે કે નંદીગ્રામ મિદનાપુર ભૂમિપુત્ર કે ચાઈ, બોહિરગોટો કે નોઈ એટલે કે નંદીગ્રામ-મિદનાપુર ભૂમિપુત્ર ઈચ્છે છે, બહારના કોઈ નહીં. 


Kerala Assembly Election: ચૂંટણી ટાણે Congress ના દિગ્ગજ નેતાએ પાર્ટીનો સાથ છોડ્યો, સોનિયા ગાંધીને મોકલ્યું રાજીનામું


કોંગ્રેસ નેતાએ મમતા બેનર્જી પર સાધ્યું નિશાન, કહ્યું- પોતાને બ્રાહ્મણ સાબિત કરી રહ્યા છે


PHOTOS: BJP સાંસદની પુત્રવધુએ પતિ અને સસરા પર લગાવ્યાં ગંભીર આરોપ, જાણો શું છે મામલો


BJP માં જોડાતાની સાથે જ મિથુન ચક્રવર્તીએ ઉચ્ચારેલો એક શબ્દ ચર્ચાના ચગડોળે ચઢ્યો


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube