કોંગ્રેસ નેતાએ મમતા બેનર્જી પર સાધ્યું નિશાન, કહ્યું- પોતાને બ્રાહ્મણ સાબિત કરી રહ્યા છે

પશ્ચિમ બંગાળ (West Bengal) માં થનારી આગામી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય નિવેદનો તેજ થયા છે અને કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી (Adhir Ranjan Chowdhury) એ મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) પર નિશાન સાધ્યું છે.

કોંગ્રેસ નેતાએ મમતા બેનર્જી પર સાધ્યું નિશાન, કહ્યું- પોતાને બ્રાહ્મણ સાબિત કરી રહ્યા છે

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળ (West Bengal) માં થનારી આગામી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય નિવેદનો તેજ થયા છે અને કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી (Adhir Ranjan Chowdhury) એ મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) પર નિશાન સાધ્યું છે. આ સાથે જ તેમણે કહ્યું કે મમતા બેનર્જી પહેલીવાર પોતાને બ્રાહ્મણ સાબિત કરવાની કોશિશ કરી રહ્યા છે. 

ભાજપના ડરથી મમતા બેનર્જીના તેવર બદલાયા- અધીર રંજન
કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી (Adhir Ranjan Chowdhury) એ કહ્યું કે 'આ ચૂંટણીમાં સામાન્ય લોકોની વાત કોઈ કરી રહ્યું નથી. ફક્ત સોનાર બાંગ્લા કરીને ભજાપ અને ટીએમસીના લોકો મત માંગી રહ્યા છે. મમતા બેનર્જી પહેલીવાર પોતાને બ્રાહ્મણ સાબિત કરવાની કોશિશ કરી રહ્યા છે. પહેલા કહેતા હતા કે હિજાબ પહેરું છું અને મુસલમાનોની હિફાઝત કરુ છું. હવે તેવર બદલાઈ ગયા છે અને આજકાલ ચંડીપાઠ કરી રહ્યા છે. ભાજપના ડરથી આ બધુ થઈ રહ્યું છે.' આ સાથે જ તેમણે જણાવ્યું કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ બંગાળમાં ચૂંટણી પ્રચાર કરશે. 

કોંગ્રેસે આ પાર્ટીઓ સાથે કર્યું ગઠબંધન
અત્રે જણાવવાનું કે બંગાળ વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપ અને મમતા બેનર્જી (Mamata Banerjee) ની ટીએમસીને ટક્કર આપવા માટે કોંગ્રેસ, આઈએસએફ (ISF) અને ડાબેરી પક્ષોએ મળીને ત્રીજો મોરચો બનાવ્યો છે. કોંગ્રેસ આ વખતે 92 સીટો પર ચૂંટણી લડી રહી છે. જ્યારે સીપીએમ 130 બેઠકો, આઈએસએફ 37 બેઠક, ફોરવર્ડ  બ્લોક 15, આરએસપી 11 અને સીપીઆઈ 9 બેઠકો પર પોતાના ઉમેદવાર ઉતારશે. 

પશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં થશે મતદાન
પશ્ચિમ બંગાળમાં 294 બેઠકો માટે 8 તબક્કામાં મતદાન થશે. રાજ્યમાં 27 માર્ચ, 1 એપ્રિલ, 6 એપ્રિલ, 10 એપ્રિલ, 17 એપ્રિલ, 22 એપ્રિલ, 26 એપ્રિલ અને 29 એપ્રિલના રોજ મતદાન થશે. જ્યારે ચૂંટણી પરિણામ 2 મેના રોજ થશે. પહેલા અને બીજા તબક્કામાં 30-30 સીટો, ત્રીજા તબક્કામાં 31 બેઠકો, ચોથા તબક્કામાં 44 બેઠકો, પાંચમા તબક્કામાં 45 બેઠકો, છઠ્ઠા તબક્કામાં 43 બેઠકો, સાતમા તબક્કામાં 36 બેઠકો અને આઠમા તબક્કામાં 35 બેઠકો પર મતદાન કરાવવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news