હલ્દિયાઃ પશ્ચિમ બંગાળના હલ્દિયામાં સ્થિત ઈન્ડિયન ઓયલ કોર્પોરેશન (IOC) ના કેમ્પસમાં ભીષણ આગ લાગી છે. આ દુર્ઘટનામાં 3 લોકોના મોત થયા છે, જ્યારે 35 લોકોને ઈજા થવાનું સામે આવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હલ્દિયામાં ઈન્ડિયન ઓયલ કોર્પોરેશનના પ્લાન્ટમાં લાગેલી આગમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને ઈન્ડિયન ઓયલ કોર્પોરેશનની હોસ્પિટલ અને કોલકત્તા પોર્ટ ટ્રસ્ટની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રો પ્રમાણે આજે ઈન્ડિયન ઓયલ કોર્પોરેશનની અંદર એક મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. મોક ડ્રિલ બાદ એક પ્લાન્ટમાં શટડાઉનનું કામ ચાલી રહ્યું હતું અને ત્યારે ડ્રિલિંગ દરમિયાન વિસ્ફોટથી આગ લાગી. આઈઓસીની અંદર 10 ફાયરની ગાડીઓએ આગ પર કાબુ મેળવી લીધો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube