નવી દિલ્હી: દેશને ત્રિપલ તલાક (Triple talaq)થી આઝાદી મળી ગઇ, પરંતુ ફતવા ગેંગથી આઝાદી ક્યારે મળશે, આ પ્રશ્નનો જવાબ મેળવવો સરળ નથી. જોકે દેશમાં ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) થી પશ્વિમ બંગાળ (West Bengal) સુધી 'ફતવા ફેક્ટરી'ની બોલબાલા છે. તાજેતરમાં પશ્વિમ બંગાળ (West Bengal) ના મુર્શિદાબાદ (Murshidabad)માં સામે આવ્યો જ્યાં ફરી એકવાર ફતવા ગેંગ (Fatwa Gang) એક્ટિવ થઇ ગઇ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અહીં હવે ટીવી જોવા, કેરમ રમવા પર ફતવો જાહેર કર્યો છે. આ સાથે જ મોબાઇલ અને કોમ્યુટરમાં ગીતો સાંભળવાને લઇને પણ ફતવો જાહેર કરવામાં આવ્યો છે. આ ફરમાનને નહી માનનાર પર સજા અને દંડ ફટકારવામાં આવશે. ફતવામાં સૂચના આપનારને ઇનામ આપવાનો ઉલ્લેખ કર્યો છે. ગ્રામજનોને નિયમ માનવા માટે મજબૂત કરવામાં આવી રહ્યા છે. 


પોલીસે સાધ્યું મૌન
Zee મીડિયા સંવાદદાતા પોતે ઘટનાસ્થળે પહોંચી તાલિબાની ફતવાની તપાસ કરી, જ્યાં તેના સંબંધિત પત્રિકા અને પોસ્ટર વહેંચવામાં આવ્યા હતા. તો બીજી તરફ ગ્રામજનોને ફતવાની નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે આ ફરમાનને નહી માને. પરંતુ પોલીસે હાલ આ મુદ્દે મૌન સાધી રાખ્યું છે. 


દેશમાં આ મુદ્દે આવી ચૂક્યો છે ફતવો
એક મૌલાનાએ મુસ્લિમ સમાજમાં દેહદાન કરવા વિરૂદ્ધ ફતવો જાહેર કર્યો હતો. તો મુસ્લિમ મહિલાઓ અને પુરૂષોને પોતાના પરિવારના ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ ન કરવાનો ફતવો પણ આવી ચૂક્યો છે. મુસ્લિમ મહિલાઓ નખ પર નેલ પોલિસને ઇસ્લામ વિરૂદ્ધ ગણાવતાં ફતવો જાહેર કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે યૂપીના દાઉલ ઉલૂમ મહિલાઓ સાથે જોડાયેલી આદતો વિરૂદ્ધ પણ ફતવો જાહેર કરવામાં આવ્યો છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube