કોલકત્તાઃ પશ્ચિમ બંગાળ સરકાર (West bengal government) ને મોટો ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે ચૂંટણી બાદ હિંસાના મામલામાં સીબીઆઈ તપાસના આદેશ આપ્યા છે. સાથે કોર્ટે એસઆઈટી ટીમની રચનાનો પણ નિર્દેશ આપ્યો છે અને રાજ્ય સરકારને પીડિતોને વળતર આપવાનું કહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોલકત્તા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ હિંસાના મામલામાં હત્યા અને મહિલાઓ વિરુદ્ધ અપરાધ, બળાત્કાર સહિત માનવાધિકાર ઉલ્લંઘનના આરોપોની કોર્ટની દેખરેખમાં સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે અન્ય બધા કેસની તપાસ એસઆઈટીને સોંપી છે. 


આ પણ વાંચોઃ JK: રાજૌરીમાં સુરક્ષા દળોએ એક આતંકીને કર્યો ઠાર, સેનાનો એક જવાન પણ શહીદ


SIT ની પણ દેખરેખ રાખશે કોર્ટ
બેંચે જણાવ્યું કે એસઆઈટીની દેખરેખ પણ કોર્ટ કરશે. મામલાની સુનાવણી કરી રહેલા કાર્યવાહક મુખ્ય ન્યાયાશીધ રાજેશ બિંદલે કહ્યુ કે, અલગ-અલગ નિર્ણય છે પરંતુ બધા સહમત છે. કોર્ટ સમક્ષ અનેક જનહિત અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે ચૂંટણી બાદની હિંસામાં લોકોની સાથે મારપીટ કરવામાં આવી, તેને ઘરમાંથી ભગાવવા માટે મજબૂર કરવામાં આવ્યા અને તેની સંપત્તિને નષ્ટ કરી દેવામાં આવી. આ આરોપોની નિષ્પક્ષ તપાસની માંગ કવામાં આવી છે. 


આ ઘટનામાં 3 ઓગસ્ટે સુનાવણી પૂરી થઈ હતી અને હાઈકોર્ટે આદેશ સુરક્ષિત રાખ્યો હતો. કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ રાજેશ બિંદલની અધ્યક્ષતાવાળી પાંચ- ન્યાયાધીશની પીઠે આ ચુકાદો આપ્યો છે. જેમાં ન્યાયમૂર્તી આઈપી મુખર્જી, હરીશ ટંડન, સૌમેન સેન અને સુબ્રત તાલુકદાર સામેલ હતા. પીઠે પહેલા એનએચઆરસી અધ્યક્ષને 'ચૂંટણી બાદની હિંસા' દરમિયાન માનવાધિકારોના ઉલ્લંઘનના આરોપોની તપાસ માટે એક તપાસ સમિતિની રચના કરવાનો આદેશ આપ્યો હતો. રિપોર્ટ સોંપ્યા બાદ હવે આગામી સુનાવણી 24 ઓક્ટોબરે થશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube