JK: રાજૌરીમાં સુરક્ષા દળોએ એક આતંકીને કર્યો ઠાર, સેનાનો એક જવાન પણ શહીદ
જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં આતંકીઓ સાથે અથડામણમાં સેનાએ એક આતંકીને ઠાર કર્યો છે. પરંતુ આ દરમિયાન ભારતીય સેનાના એક જેસીઓ શહીદ થયા છે.
Trending Photos
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લા (Rajouri) માં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. રાજૌરીના થન્ના મંડી વિસ્તારમાં આતંકીઓ સાથે ચાલી રહેલા એનકાઉન્ટર (Rajouri Encounter Update) માં સુરક્ષાવ દળોએ એક આતંકીને ઠાર કરી દીધો છે. પરંતુ આ દરમિયાન ભારતીય સેનાના JCO પણ શહીદ થઈ ગયા છે. સેના (Indian Army), સીઆરપીએફ (CRPF) અને જમ્મુ-કાશ્મીર પોલીસ મળીને જોઈન્ટ ઓપરેશન ચલાવી રહ્યાં છે અને વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
છુપાયેલા છે 3-4 આતંકી
રાજૌરીમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડાણ ગુરૂવારે બપોરે શરૂ થઈ અને આ વિસ્તારમાં ત્રણ-ચાર આતંકીઓ છુપાયેલા હોવાની આશંકા છે. આતંકીઓ છુપાયા હોવાની જાણકારી મળ્યા બાદ સુરક્ષાદળોએ આ વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ત્યારબાદ આતંકીઓએ ફાયરિંગ શરૂ કર્યું, જેમાં સેનાના એક JCO શહીદ થઈ ગયા છે. ત્યારબાદ સુરક્ષાદળોના જવાબી ફાયરિંગમાં એક આતંકીનું મોત થયું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે