બેંગલુરૂઃ વાત છે કર્ણાટકના શહેર બેંગલુરૂની.. જ્યાં આવેલા નગરથપેટે માર્કેટમાં ભારે બબાલ મચી ગઈ.... અહીં મોબાઈલની દુકાન ચલાવતા મુકેશ નામના યુવકનો આક્ષેપ છે કે, તે એક તરફ દુકાનમાં કામ કરતો હતો, બીજી તરફ સાંજે આરતીનો સમય હોવાથી નાના સ્પીકરમાં હનુમાન ચાલીસા વગાડતો હતો..  જોકે હનુમાન ચાલીસા સાંભળીને કેટલાક સ્થાનિક વિધર્મી યુવકો ત્યાં ધસી આવ્યા હતા અને હનુમાનજીના ગીત બંધ કરવા ધમકી આપવા લાગ્યા હતા.  જેને લઈને દુકાનદાર મુકેશ અને આવારા તત્વો વચ્ચે બોલાચાલી થઈ હતી..  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે, બોલાચાલી દરમિયાન લુખ્ખા તત્વો મુકેશને માર મારવાની શરૂઆત કરે છે, ત્યારબાદ દુકાનની બહાર ખેંચીને તેને ઢોર માર મારે છે.. 7 યુવકો હાથમાં બોટલ અને નાની ચપ્પુ જેવા હથિયારથી મુકેશ પર હુમલો કરે છે. જોકે આ ઘટના બાદ વેપારીઓમાં ભારે આક્રોશનો માહોલ છવાયો છે... વેપારીઓનો આક્ષેપ છે કે, આ વિસ્તારમાં લુખ્ખાઓને પોલીસનું પીઠબળ હોવાથી વારંવાર દુકાનદારોને ટાર્ગેટ કરતા રહે છે.. 


બિલ્ડર ખરાબ ક્વોલિટીનો ફ્લેટ પકડાવે તો ટેન્શન ના લેતા : અહીં કરો ફરિયાદ


રમજાન મહિનામાં બબાલની આ બીજી ઘટના છે. એક ઘટના અમદાવાદમાં સામે આવી હતી.. જેમા ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીએ સ્થાનિક પર હુમલો કરતા મામલો બીચક્યો હતો.. યુનિવર્સિટી કેમ્પસમાં કેટલાક વિદેશી વિદ્યાર્થી જાહેરમાં ધાર્મિક લખાણ લખીને નમાજ અદા કરતા હતા. જોકે તેમને આ અંગે સવાલ કરવા ગયેલા યુવકને અફઘાની વિદ્યાર્થીએ લાફો ઝીંકી દીધો હતો.. તે બાદ ભારે બબાલ થઈ હતી. તો બેંગલુરૂમાં ઘટના થોડી અલગ છે. અહીં રમજાન માસ હોવાથી હનુમાન ચાલીસા બંધ કરાવવા વિધર્મી યુવકોએ એક દુકાનદારને ટાર્ગેટ બનાવ્યો હતો.. હાલ તો બંને ઘટનામાં પોલીસ કાર્યવાહી ચાલી રહી છે..