બસ કંડક્ટરને એક રૂપિયો ભારે પડ્યો, પેસેન્જર્સને રિટર્ન ન આપતાં કોર્ટે આપ્યો આ ચૂકાદો
બેંગલુરુ કન્ઝ્યુમર કોર્ટે (Bengaluru Consumer Court) BMTC એટલે કે બેંગલુરુ મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન પર 2000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. વાસ્તવમાં, BMTCએ એક વ્યક્તિને એક રૂપિયો પરત કરવાનો ઇનકાર કરી દીધો હતો, ત્યારબાદ તે વ્યક્તિએ કોર્ટનો સંપર્ક કર્યો હતો. 'ધ ન્યૂઝ મિનિટ'ના અહેવાલ મુજબ, મામલો 2019નો છે. રમેશ નાઈક નામનો વ્યક્તિ BMTC બસમાં મુસાફરી કરી રહ્યો હતો. તેણે રૂ.29ની ટિકિટ લીધી અને રૂ.30 કંડક્ટરને આપ્યા. પરંતુ કંડક્ટરે રૂ.એકનું વળતર આપ્યું નહોતું.
વ્યક્તિએ 15 હજારનું વળતર માંગ્યું હતું
બાદમાં રમેશ નાયકે ગ્રાહક અદાલતમાં BMTC વિરુદ્ધ કેસ દાખલ કર્યો અને 15,000 રૂપિયાનું વળતર માંગ્યું. તમામ હકીકતોને જોતા ગ્રાહક કોર્ટે BMTCને રમેશ નાયકને 2000 રૂપિયાનું વળતર ચૂકવવા આદેશ કર્યો છે. કોર્ટ ફી તરીકે રૂપિયા 1000 જમા કરાવવાનો આદેશ કર્યો હતો.
હવે આ દેશોના મુસાફરો પણ UPI દ્વારા કરી શકશે ચૂકવણી, RBI એ બનાવ્યો નિયમ
વૈજ્ઞાનિકોથી થઈ મોટી ભૂલ, 48 હજાર વર્ષ જૂનો વાયરસ જીવતો થયો, દુનિયામાં મચશે તબાહી!
આ 2 કપલ દરરોજ બદલે છે પાર્ટનર, એક-બીજાની પત્ની સાથે સૂવાનો Video પણ શેર કર્યો
કોર્ટે આદેશમાં શું કહ્યું?
બેંગલુરુ અર્બન ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશને ચુકાદો આપતાં કહ્યું હતું કે આ સમગ્ર વિવાદ ખૂબ જ હળવો છે, પરંતુ વ્યક્તિએ આ મામલો કમિશન સમક્ષ પોતાની રીતે મૂક્યો હોવાથી તેની પ્રશંસા થવી જોઈએ. આવા કેસમાં ફરિયાદીને રાહત આપવી જોઈએ.
BMCT દ્વારા શું આપવામાં આવી દલીલ?
બીજી તરફ, BMTCએ તેના કાઉન્ટર એફિડેવિટમાં આ બાબતને વ્યર્થ ગણાવી હતી અને કહ્યું હતું કે તેને સેવામાં ઉણપ સાથે જોડી શકાય નહીં. BMCT એ પણ આરોપને નકારી કાઢ્યો હતો અને ફરિયાદને બરતરફ કરવાની માંગ કરી હતી, પરંતુ કોર્ટે BMTCની વાત સાંભળી ન હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube