નવી દિલ્હીઃ 30 મોટા રાજ્યોમાંથી નવ રાજ્યો મધ્યપ્રદેશ, બિહાર, તેલંગણા, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને ગુજરાતમાં કોવિડ-19 મહામારીની સૌથી ખરાબ અસર પડી છે પરંતુ હવે આ ગ્રાફ બદલી રહ્યો છે. છેલ્લા એક મહિનામાં દેશના 9 મેટ્રો સિટીનો ગ્રાફ જુઓ તો બેંગલુરૂ, હૈદરાબાદ અને પુણે કોરોના વાયરસનો નવો ગઢ બની રહ્યાં છે. તો મુંબઈ, દિલ્હી, અમદાવાદ અને ચેન્નઈમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેંગલુરૂમાં વધ્યા દરરોજ 12.9 ટકા કોરોના દર્દી
બેંગુલૂર શહેર જે કોરોના વાયરસને રોકવા માટે એક મોડલ સાબિત થયું હતું, ત્યાં હાલ હવે બેહાલ છે. બેંગલુરૂમાં કોરોના વાયરસના કેસમાં દરરોજ 12.9 ટકાનો વધારો થઈ રહ્યો છે. તો દરરોજ મોતમાં પણ 8.9 ટકાનો ઉછાળ આવ્યો છે. અહીં કોરોના મૃત્યુદર 1.9છે. આંકડા પ્રમાણે એક લાખ પર કોરોનાના 2061 કેસ છે અને મૃત્યુદર 39 છે. બેંગલુરૂથી ડરાવનારી તે વાત સામે આવી છે કે અહીં સૌથી મોટી કોરોના હોસ્પિટલ વિક્યોરિયા હોસ્પિટલને બેંગલુરૂ મેડિકલ કોલેજ એન્ડ રીસર્ચ ઈન્સ્ટિટ્યૂટ  (BMCRI)ના વેન્ટિલેટર પર રાખવામાં આવેલા 97 ટકા લોકોના મૃત્યુ થયા છે. 


દેશમાં કોરોનાના છેલ્લા 24 કલાકમાં 34,884 નવા કેસ, 671 લોકોના મૃત્યુ


સુરતમાં મોતનો આંકડો વધુ
ગુજરાતનું સુરત શહેર પણ કોરોનાથી બેહાલ છે. અહીં દરરોજ 4.3 ટકાના દરથી કોરોનાના કેસ વધી રહ્યાં છે. આ દર પુણેની તુલનામાં 0.2 ટકા ઓછો છે પરંતુ મોતનો આંકડો વધુ છે. અહીં રોજ કોરોનાથી મૃત્યુમાં 2.9 ટકાનો વધારો થયો છે. કોરોના મૃત્યુદર સુરતમાં 2.7 ટકા છે. પ્રતિ એક લાખ સુરતમાં 1205 કેસ છે. પરંતુ રાહતનીવાત છે કે પ્રતિ લાખ પર મોતનો આંકડો 33 છે. 


પુણેએ વધારી ચિંતા
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના આંકડા દરરોજ વધી રહ્યાં છે. આ આંકડા જુઓ તો સૌથી વધુ પ્રભાવિત મુંબઈની સ્થિતિમાં સુધાર થતો દેખાઈ રહ્યો છે, પરંતુ હવે પુણેમાં વધતા કેસો ચિંતા વધારી રહ્યાં છે. પુણેમાં દરરોજ 4.5 ટકાના દરે કેસ વધી રહ્યાં છે. તો મૃત્યુઆંક દરરોજ 2.4 ટકા વધી રહ્યો છે. અહીં મૃત્યુદર 2.6 ટકા છે. આંકડાનું વિશ્લેષણ કરવાથી ખ્યાલ આવે છે કે પુણેમાં પ્રતિ એક લાખ પર 6383 કેસ છે, તો મૃત્યુઆંક 169 છે. 


હૈદરાબાદમાં 4 સપ્તાહમાં એકપણ મોત નહીં
હૈદરાબાદમાં કોરોના વાયરસના મામલા દરરોજ 7.8 ટકાના દરે વધી રહ્યાં છે. પરંતુ અહીં સારી વાત છે કે છેલ્લા એક મહિનાથી કોરોના વાયરસથી કોઈ મોત થયું નથી. અહીં પર કોરોના મૃત્યુદર 0.1 છે. તો પ્રતિ એક લાખ પર હૈદરાબાદમાં કોરોનાના 3342 કેસ અને માત્ર 3 મોત છે. 


વિશ્વમાં ઝડપથી વધી રહ્યાં છે કોરોનાના કેસ, માત્ર 100 કલાકમાં દસ લાખ લોકો સંક્રમિત


ડરાવે છે ચેન્નઈના આંકડા
ચેન્નઈમાં કોરોનાના આંકડા જુઓ તો પ્રતિ એક લાખની જનસંખ્યા પર 8595 કેસ છે. આ આંકડા ડરાવે છે. અહીં પર કોરોના કેસ દરરોજ 3.3 ટકાના દરથી વધ્યા છે. તો મૃત્યુઆંક 4.1 ટકાના દરથી વધ્યો છે. અહીં મૃત્યુદર 1.6 ટકા છે. 


મૃત્યુદરમાં મુંબઈ અને કોલકત્તાથી ઉપર અમદાવાદ
કોરોના વાયરસની મૃત્યુદરને લઈને અમદાવાદ હજુ પણ મુંબઈ અને કોલકત્તાથી ઉપર છે. અહીં કોરોનાના કેસ 1.1 ટકાના દરે દરરોજ વધ્યા. પરંતુ રોજ થતા મોતના આંકડામાં ઘટાડો થયો છે. અહીં દરરોજ 0.7 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. પ્રતિ એક લાખ પર 2866 કેસ છે તો મૃત્યુઆંક 193 છે. 


મુંબઈમાં સર્વાધિક મૃત્યુદર
મુંબઈમાં પ્રતિ એક લાખની જનસંખ્યા પર 345 લોકોના મોત થઈ રહ્યાં છે, જે ડરાવે છે. આ મોતનો આંકડો સૌથી વધુ ડરાવે છે કારણ કે તે મૃત્યુદર દેશમાં સૌથી વધુ છે. પરંતુ મુંબઈમાં રાહતની વાત છે કે અહીં છેલ્લા એક મહિનામાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો થયો છે. પરંતુ મહારાષ્ટ્રના બીજા શહેર પુણેમાં વધતા કેસથી રાજ્યની સ્થિતિ ખરાબ છે. મુંબઈમાં કોરોના કેસ 2.4 ટકાના દરે વધ્યા, તો મોત 2.2 ટકાના દરે વધ્યા છે. મુંબઈમાં પ્રતિ એક લાખ પર 7583 કોરોના વાયરસના કેસ છે. 


Imperial College Coronavirus Vaccine: હ્યૂમન ટ્રાયલના બીજા તબક્કામાં પહોંચી બ્રિટનની વધુ એક વેક્સિન


કોલકત્તાની સ્થિતિ ખરાબ
કોલકત્તામાં દરરોજ 4.1 ટકાના દરે કેસ વધી રહ્યાં છે. અહીં પર મોત 2.4 ટકા રહ્યાં છે. કોરોના મૃત્યુદર 3.4 ટકા છે. અહીં પ્રતિ એક લાખ પર 1855 કેસ સામે આવ્યા છે તો મૃત્યુદર 64 છે. 


દિલ્હીની સ્થિતિમાં સુધારો
દિલ્હીમાં કોરોના કેસ 3.4 ટકાના દરે વધ્યા. અહીં પર મોત 2.2 ટકાના દરે વધ્યા. મૃત્યુદર અહીં 3 છે. પ્રતિ એક લાખ પર કેસોની સંખ્યા  5,874 છે, જ્યારે મોત 175 છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube