નવી દિલ્હી: બેંગલુરૂ હિંસા કેસમાં બેંગલુરૂ દક્ષિણથી ભાજપ સાંસદ તેજસ્વી સૂર્યા (Tejasvi Surya)એ કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા (B. S. Yediyurappa) ને ચિઠ્ઠી લખી છે. તેમણે સીએમને રમખાનો પર કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમણે ચિઠ્ઠીમાં કહ્યું કે યૂપીમાં સીએમ યોગીએ રમખાણ કરનારાઓ સાથે જેવું વર્તન કર્યું એ જ રીતે કર્ણાટક સરકાર પણ કરે. તેમૅણે કખ્યું કે રમખાણ કરનારા પાસેથી નુકસાનની વસૂલી કરવામાં આવે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઇએ કે બેંગલુરૂ હિંસામાં તપાસ શરૂ થઇ ગઇ છે. તો બીજી તરફ સાંસદ તેજસ્વી સૂર્યાએ ટ્વિટ કરીને કહ્યું કે મુખ્યમંત્રીને મારું નિવેદન છે કે તે સંપત્તિઓના નુકસાનની ભરપાઇ માટે રમખાણકારોની સંપત્તિને જપ્ત કરે જે રીતે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશમાં કર્યું હતું. 


કોંગ્રેસના નેતાના સંબંધીની સોશિયલ મીડિયામાં પોસ્ટને લઈને બેંગલુરુમાં મંગળવારે રાત્રે હિંસા ભડકી છે. હાલત કાબૂમાં કરવા માટે પોલીસને ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. જેમાં બે લોકોના માર્યા ગયાના સમાચાર મળ્યા છે, તો સાથે જ 60 પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે. પોલીસે કાર્યવાહી કરીને 110 લોકોની ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અપમાનજનક પોસ્ટથી નારાજ લોકોએ પુલાકેશી નગર ધારાસભ્ય અખંડ શ્રીનિવાસ મૂર્તિ (Akhanda Srinivas Murthy) ના ઘર પર હલ્લાબોલ કર્યું હતું. શહેરના ડીજે હલ્લી અને કેજી હલ્લા પોલીસ વિસ્તારમાં જોરદાર બબાલ થઈ હતી. જેના બાદ પોલીસને સ્થિતિને કાબૂમાં કરવા માટે બળ પ્રયોગ કરવાની ફરજ પડી હતી. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube